Book Title: Tap ane Tapasvi
Author(s): Divya Darshan Karyalay
Publisher: Divya Darshan Karyalay

View full book text
Previous | Next

Page 40
________________ ૨૩ ચંપાબાઈને પણ પ્રશંસાપાત્ર વેગ મળે હતો. દતુભાઈએ ભવ-આલેયણનાં એકાસણું આદર્યો, ત્યારે તેમનાં ધર્મપત્નીએ પણ એકાસણું આદર્યા. એ કહેતાં કે-“આપ એકાસણું કરો અને હું છૂટી જવું એ કેમ બને?” એમાં તેમનાં ધર્મપત્ની બાર તિથિએ આયંબિલ કરવાને નિયમ લઈ આવ્યાં. તિથિ આવતાં ઘરમાં વાત થઈ કે “આજે મારે આયંબિલ છે એટલે દતુભાઈએ પણ કહ્યું કે તે હું પણ આયંબિલ કરીશ.” ત્યાંસુધી દતુભાઈને ખબર નહિ કે-આયંબિલમાં કે શુષ્ક અને નીરસ આહાર લેવાનું હોય છે. વખત થતાં દ-તુભાઈ જમવા બેઠા અને તેમનાં ધર્મપત્નીએ આયંબિલની રસોઈ પીરસી. પહેલે કળિયે મેંઢામાં મૂકતાં જ દતુભાઈ ચમકી ઉઠયા! “આવું મસાલા વગરનું લખું ભેજન તે હોતું હશે? ભિખારીઓ પણ આવું તે ન ખાય ! આવું ખાવાને તપ તે હોતે હશે? હું મહારાજને કહીશ. આવું એ બેલ્યા અને જેમ તેમ આયંબિલ કરીને ૫ ૫ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ પાસે પહોંચ્યા. જાણે કે ઠપકો આપવો હોય એમ વાત પરંતુ પૂ. મહારાજશ્રીએ શ્રી આયંબિલ તપનું મહત્વ અને નિરાહારી પદ પામવાને આહાર ઉપરની આસક્તિને છેદવા આ તપ ઘણે જરૂરી છે એ સમજાવ્યું. એથી તેમને સંતોષ થયે. સંતેષ જ થયે એમ નહિ, પણ શ્રી આયંબિલ તપ પ્રત્યે તેમનામાં ભારે અભિરૂચિ પ્રગટી. ૫. મહારાજશ્રીના ઉપદેશથી તે ચોમાસામાં ભા. ૧, ૧૧ ના શ્રી વર્ધમાન તપ આયંબિલને પાયે નાંખવાનું નક્કી થયું, એટલે દતુભાઈએ સજોડે શ્રી વર્ધમાન તપને પાયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52