________________
હતા, પણ દ તુભાઈ તે ચાલવા જ માંડયા. મનમાં “તુ મુકેજુ એ શ્રી નેમીનાથ ભગવાનની સ્તુતિનું રટણ ચાલુ રાખેલું. ખૂબી એ થઈ કે-બધા કરતાં તદ્દન અશક્ત દતુભાઈ બધા કરતાં પહેલા ઉપર પહોંચી ગયા! અને બધે પૂજા કરી. નીચે ઉતર્યા પણ સૌથી પહેલા ! એમના આનન્દની કઈ સીમા રહી નહિ. પગે ચાલીને યાત્રા કરવાના આનન્દથી એમનું પેટ પણ જાણે ભરાઈ ગયું. છતાં બીજાઓના આગ્રહથી સાંજે પાંચ વાગે જુનાગઢના આયંબિલ ખાતામાં પહોંચીને એક બે વસ્તુઓથી આયંબિલ કરી લીધું. આ કળિયુગમાં પણ વિશુદ્ધ ભાવનાથી પકડાતી તપની કેડ કેટલી બધી અદ્ભુત આત્મશક્તિને વિકાસ કરે છે!
વૈશાખ સુદી ત્રીજે યાત્રાએથી નિપાણ પાછા ફર્યા બાદ દતુભાઈનું શરીર એકદમ મળવા જ માંડયું. મરડે થઈ ગયેલો. અન્ન-પાણીની રૂચિ નહિ. રોજ એક એક રતલ વજન ઘટે. આવી મરણઃ સમી પરિસ્થિતીમાં પણ તેમણે આયંબિલને તપ જારી રાખે. આંખ મીંચાતી નહિ અને જરસ આવ્યા જ કરતું. તેથી સવાર-સાંજનું પ્રતિક્રમણ બેડપેન રાખીને, કાચા પાણીના લોટા ઉપર હાથ મૂકીને અને સામેની તે માથું લગાડીને મનમાં જ ધારી લેવું પડતું. આમા જ્યારે ઉલાસવાળે અને બળવાળો બને છે, ત્યારે આરાધનામાં આવતી ગમે તેવી આપત્તિને પણ એ ગણકારતું નથી, તેનું આ પણ એક જવલન્ત ઉદાહરણ છે. આમ એમણે લાગટ ૭૭૭ દિવસ સુધી તપ કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com