________________
ટીની યાત્રા કરી આવીને આયંબિલ કર્યું અને ચૈત્ર ચૌદશે ઉપવાસ કરીને શ્રી સિદ્ધગિરિજી ચઢીને યાત્રા કરી, એમને થયેલું કે આવતી કાલે ચૈત્રી પૂનમ છે અને ચિત્રી પૂનમની યાત્રા ખાસ કરવી જ જોઈએ, પણ પૂ. આચાર્ય દેવશ્રીએ વહેલી તકે યાત્રા કરવાની પ્રેરણા કરેલી તેથી પૂનમે યાત્રા નહિ થાય એમ લાગવા છતાં પણ ચૌદશે યાત્રા કરી. પૂનમે સવારે શક્તિ બિલકુલ નહોતી, છતાં લથડતે પગે નીકળ્યા. ચલાયું નહિ એટલે ઘોડાગાડીમાં તળેટીએ પહોંચ્યા. ત્યાં પહોંચતાં ઉલ્લાસ એટલે બધે વધી થયે કે એમણે તે દાદા શ્રી આદીશ્વર ભગવાનનું નામ રટતે રટતે ચઢવા માંડયું. થડે ગયા તે ખરા, પણ લાગ્યું કે હવે ચઢવા માટે શરીર તદન અશક્ત છે. ત્યાં વિસામે આવતાં સુઈ ગયા. એ પ્રમાણે એ સુતેલા ત્યાં એમના તપ અને ગિરિરાજને કે ચમત્કારિક પ્રભાવ કે એક અજાણ્યા યાત્રિકે આવીને તેમના પગ દાબવા માંડયા. પછી એ ભાઈએ ચઢાવી લઈ જવા માટે ટેકે આપે. દતુભાઈને અંદર ધગશ તે હતી જ, તે ઉઠયા, અને ટેકે ટેકે ઠેઠ ઉપર ચડી ગયા. દાદાના દર્શન કરી, સ્નાન કરી, દાદાની પૂજા પણ ખૂબ ઉ૯લાસથી કરી. પછી એ ભાઈ પાછા સાથે જ નીચે ઉતર્યો. તળેટીએ આવીને એ બન્નેએ સાથે આયંબિલ યર્યું. દ-તુભાઈના પિતાશ્રી વગેરે તે યાત્રાએથી બહ મેડા પાછા ફર્યા. પાછળથી એ ભાઈને પત્તો ન મળ્યો, કેમ જાણે શાસનદેવે જ એમને મેકલી આપ્યા ન હોય!
આવું જ આશ્ચર્ય દ-તુભાઈએ શ્રી ગીરનારજી તીર્થની યાત્રામાં અનુભવ્યું. બધા તેમને ડેલીમાં બેસવાનું કહેતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com