________________
ધમપત્નીએ છ માસ પર્યન્ત લાગેટ આયંબિલને તપ કરવાના મારથથી દશમી એની આદરી; અને લાગટ ૧૧ મી, ૧૨મી એમ ઓળીઓ કરવા જ માંડી. આમ આયંબિલ કરતાં છ મહિના થઈ ગયા. એટલે દતુભાઈને અધિક સમય માટે આયંબિલ તપ કર્યું જવાની ભાવના થઈ. અને એક વર્ષ પૂરું થયું, ૫૦૦ આયંબિલ પૂરાં થયાં, તે પણ એ ભાવના જોર જ કરતી રહી, એટલે એમણે અને એમનાં ધર્મપત્નીએ પણ ચઢતે પરિણામે આયંબિલને ત૫ જારી જ રાખ્યા કર્યો.
આ તપ ચાલુ હતા તે દરમ્યાનમાં પૂ. સિદ્ધાન્તમહેદધિ આચાર્યદેવ શ્રીમદ્દ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજસપરિવાર મીરજ પધાર્યા. એ પરમ કૃપાળુએ દતુભાઈને બોલાવીને શ્રી સિદ્ધગિરિજીની યાત્રા કરવાની ભારપૂર્વક ભલામણ કરી, કેમકે દતુભાઈએ તે પૂર્વ શ્રી સિદ્ધગિરિજીની યાત્રા કરી જ નહોતી. એ વખતે દતુભાઈની શારીરિક સ્થિતિ ઘણી કથળેલી હતી અને આંખની નીચેને લાલ ભાગ કાળે પડી ગયેલું હતું, પણ પૂ. આચાર્યદેવશ્રીની એ પ્રેરણાને તેમણે તરત જ વધાવી લીધી. આમ થવામાં પૂજ્યશ્રીની અવસરેચિત પ્રેરણાને કેાઈ કુદરતી સંકેત હતા એમ પણ લાગે છે, કેમ કે-જે એ દતુભાઈ શ્રી સિદ્ધગિરિજીની યાત્રાએ જાત નહિ, તે તેમનાં ધર્મપત્ની આ
જીવનમાં શ્રી સિદ્ધગિરિજીની યાત્રા કર્યા વિનાનાં જ રહી જાત. દતુભાઈ પાલીતાણા પહોંચ્યા ત્યારે શારીરિક નબળાઈ વધી ગયેલી હતી, છતાં તે દિવસે એટલે કે ચૈત્ર સુદી તેરશે તળેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com