________________
૩૦ વિચાર થયો કે- આ વાતોડિયાપણને દેષ મારામાં છે કે નહિ? હું ઉપવાસ નથી કરતો તે અશક્તિથી? પૂ. આચાર્ય દેવશ્રીને તેમણે પૂછયું, ત્યારે પૂ. આચાર્યદેવશ્રીએ કહ્યું કે તમારે માટે એ વાત નથી! છતાં દ-તુભાઈને સંતોષ થયે નહિ. તેમને આગલા દિવસને–ચૌદશને ઉપવાસ તે હતો જ અને તેમણે તેના ઉપર ૧૬ ઉપવાસનાં પચ્ચ
ખાણ કર્યા. આમ ૧૭ ઉપવાસ થયા પણ તે આંક ઠીક લાગ્યું નહિ એટલે દતુભાઈએ ૧૮ મે ઉપવાસ કર્યો. આ ઉપરથી ખ્યાલ આવશે કે દતુભાઈ તપશ્ચર્યા કરવામાં કેટલા બધા શૂરા છે. દતુભાઈએ એ પછી મા ખમણ વગેરે અનેકવિધ તપશ્ચર્યા કરી છે. આ ત્રીજા ઉપધાન પછી તેમણે કદી પણ એકાસણુથી ઓછો તપ કર્યો નથી અને એક વાર શ્રી વીરશાસનમાં એક પુણ્યવાન રેજ ઠામ ચેવિહાર કરે છે એવી વાત વાંચવામાં આવી, ત્યારથી દતુભાઈ રોજ ઠામ ચોવિહાર જ કરે છે.
દતુભાઈએ શકે ૧૮૬૮ના ફાગણવદિ ૬ થી અઠ્ઠમની તપશ્ચર્યા પૂર્વક આયંબિલની ઓળી ચાલુ કરી દીધી. ચાલુ આંબેલે વચમાં વષી તપને શુભારંભ કર્યો અને શકે ૧૮૭૧ ને વૈશાખ સુદિ ૩ના દિવસે ગિરિરાજ ઉપર છેલ્લા ચાર ઉપવાસથી ૭૦ મી ઓળી તથા વષી તપનું પારણું કર્યું.
શકે ૧૮૭૧ ના શ્રાવણ સુદિ ૫ના દિવસે દતુભાઈના પૂજ્ય પિતા ગણપતિભાઈના સ્વર્ગવાસ થયે અને તેઓ એકાકી બની ગયા. આ દિવસનું વર્ણન કરતાં દતુભાઈ જણાવે છે કે “તે દિવસે પિતાજી ખુશીમાં હતા. કંઈક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com