________________
૧૩
સ્વાધ્યાય એટલે શાસ્ત્રનું પઠન-પાઠન. તેની વાચના, પૃચ્છના, પરાર્વતના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચ ભેદ પ્રસિધ્ધ છે.
ધ્યાન એટલે મનની એકાગ્રતા. મનની આ એકાગ્રતા શુભ અધ્યવસાયે પૂર્વકની હોય તે જ તેને તપમાં સમાવેશ થાય છે. તે ધર્મધ્યાન અને શુકલ ધ્યાનના ભેદથી બે પ્રકારનું છે. આ બંને ધ્યાનના ભેદ-પ્રભેદે ઘણા છે, પણ તે બધાનું તાત્પર્ય એક જ છે કે મનને જ્યાં ત્યાં ભટકવા ન દેતાં ઉત્તમ વિચારોમાં રોકાયેલું રાખવું અને વિક્ષેપ ઘટાડવા માટે પૂરેપૂરા યત્નશીલ રહેવું. ધ્યાનતા તે એક એવા દાવાનળ સમાન છે કે-એમાં કમરૂપી ઈશ્વન અન્તમુહૂર્ત માત્રમાં પણ બળીને ભસ્મીભૂત થઈ જાય છે.
ઉત્સ–બુત્સગ એટલે ત્યાગ. તે દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારને મનાયેલ છે. તેમાં દ્રવ્ય વ્યુત્સર્ગના ગણવ્યુત્સગ (લોકસમૂહને ત્યાગ કરી એકાકી વિચરવું) (૨) શરીર વ્યુત્સર્ગ, (૩) ઉપધિ વ્યુત્સર્ગ અને (૪) ભકતપાન વ્યુત્સગ એવા ચાર પ્રકારે છે, અને ભાવવ્યુત્સર્ગના (૧) કષાયવ્યત્સર્ગ, (૨) સંસારવ્યુત્સર્ગ અને (૩) કર્મયુત્સર્ગ, એવા ત્રણ પ્રકારે છે. તાત્પર્ય કે સંસારનો ત્યાગ, કષાયને ત્યાગ અને આઠ પ્રકારનાં કર્મોને ત્યાગ આ તપમાં સમાય છે. સામાન્ય રીતિએ કાર્યોત્સર્ગ એ આ તપમાં બહુધા ગણાય છે. તેમાં કાયાને સ્થિરતાથી, વચનને મૌનથી અને મનને ધ્યાનથી નિયત્રિત કરવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com