________________
સર્વત્ર પ્રસિદ્ધ છે.
દજુભાઈના વિદ્યાર્થી જીવન વિષે એટલું કહી શકાય કે તેઓ લાડકેડમાં ઉછર્યા હતા, એટલે તેફાન-મસ્તી ખૂબ કરતા હતા, પણ સાથે જ વિદ્યાના પ્રેમી હતા, એટલે તેઓ મેટ્રીક સુધીનો અભ્યાસ સારા નંબરે ઉત્તીર્ણ થઈને કરી શક્યા હતા. ત્યાર પછી એ લગ્ન જીવનમાં જોડાયા; પરંતુ ટૂંક સમયમાં એમનાં ધર્મપત્ની વિદેહ થયા. એટલે તેમનું બીજું લગ્ન ચંપાકુમારી સાથે થયું. તેનાથી તેમને એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ, જે ચકવતીના ચારુ નામથી આજે અનેક મહાનુભાવોને મેદ પમાડી રહેલ છે.
આ રીતે દજુભાઈ ત્રિીસ વર્ષની ઉમ્મરના થયા. ત્યાં સુધી તેમના આચરણમાં અને અન્તઃકરણમાં ધાર્મિક્તાને અંશ માત્રે ય પ્રવેશ થવા પામ્યું નહોતું. બીજા અનેક ચવાનની જેમ તેઓ રાત્રિભૂજન કરતા હતા અને કાંદાબટાકા વગેરે અભનું ભક્ષણ કરતા હતા. એટલું માત્ર જ નહિ, પરંતુ પિતાના ઘરથી માત્ર પચીસ ડગલાં ઉપર જ શ્રી બાવન જિનાલય આવેલું હોવા છતાં પણ તેઓશ્રી જિનદર્શન કરવાને પણ જતા નહિ. તેમાં એટલું એક સારૂં બનેલું કે શ્રી અમીચંદજી નામના એક યતિના ગાઢ પરિચયમાં તેઓ આવ્યા અને તે વ્યક્તિ પાસેથી કેટલીક જૈનધર્મની કથાઓ સાંભળતે સાંભળતે તેમને એમ થયેલું કે જેનધર્મ છે તે સારે! અન્તઃકરણમાં આવી અસર થવા છતાં કદી શ્રી જિનદર્શન કરવાને ભાવ પણ પ્રગટેલો નહિ, પછી કઈ ધાર્મિક આચારની તે વાત જ શી? યતિ અમીચંદજીએ પણ તેમને એવી કોઈ શ્રી દેવદર્શનાદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com