________________
રહે નહિ અને શ્રી જિનાજ્ઞાસાર ગર્ભિત એઓશ્રીનું વિરાગ્યમય પ્રવચન સાંભળતાં શ્રી જિનધર્મ પ્રત્યે સહજ રીતિએ આકર્ષણ પેદા થાય. દ તુભાઈને પણ તેઓશ્રીના પ્રવચન શ્રવણથી ભારે અસર થઈ. તેઓશ્રીના અંગત પરિચયનો પણ તેમને લાભ મળે. કેમ કે-તેમનું સદભાગ્ય જેર કરી રહ્યું હતું. પૂ. આચાર્યદેવને આંગળીએ કાંઈક દર્દ થયું અને એના ઉપચાર નિમિતે દતુભાઈ તેઓશ્રીની સમીપે ગયા. ત્યાં ખરે ઉપચાર તે દતુભાઈના અન્તઃકરણને થઈ ગયે. એથી તેમનું અન્તકરણ સુદેવસુગુરૂ-સુધર્મ પ્રત્યે ખૂબ જ ભક્તિવંત બની ગયું. આજે પણુ દતુભાઈ તેઓશ્રીને પિતાના ધર્મપિતા તરીકે જ માને છે અને પૂજે છે.
. આચાર્યદેવશ્રી વિહાર કરી ગયા પણ એજ વર્ષે તેઓશ્રીના વિદ્વાન શિષ્યરત્ન પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરનું ચોમાસું નિ પાણીમાં થયું. તેઓશ્રીને પરિચય જેમ જેમ વધતે ગયે, તેમ તેમ દ-તુભાઈનું ધર્માચરણ પણ વધતું જ ગયું. અનાચરણે તે તજાઈ ગયાં હતાં, પણ હવે તે તેમને એકલા ધર્માચરણની જ લગની લાગી.
તેમણે ભવ અલોયણું કરીને તેમાં કરવામાં આવેલાં એકાસણું છ મહિના સુધી લાગટ કર્યા. એ ચોમાસામાં શ્રી પયુષણ અઠ્ઠાઈ આવતાં તેમણે આઠેય દિવસ ચોવિહાર ઉપવાસ કરવા સાથે ૬૪ પહેરી પૌષધ કર્યા. આ પહેલાં તેમણે કદી પણ એક ઉપવાસ કરેલે નહિ.
દતુભાઈને સદ્ભાગ્યે તેમને તેમની ધર્મપત્ની સૌ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com