________________
૨૧
આચાર સંબંધી પ્રેરણા કરેલી નહિ.
એ સમયમાં મહારાષ્ટ્રમાં આવી ધર્મથી પરાડુમુખતા ઘણી વ્યાપક બની ગયેલી હતી અને નવી પ્રજા ધર્મસંસ્કારોથી વિહીન બનતી જતી હતી. જેન ધર્મના નામે સુધારાની વાત કરનારાઓ પણ ધાર્મિક વૃત્તિ અને ધાર્મિક પ્રવૃત્તિથી વિરૂદ્ધને પ્રચાર કર્યો જતા હતા. સાચી દેરવણી આપનારના અભાવે આવું ચાલતું હતું. એવા સમયમાં પૂજ્યપાદ સિદ્ધાન્ત મહોદધિ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકારપૂ. પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા સપરિવાર મહારાષ્ટ્રમાં પધાર્યા અને તેઓશ્રીના વિહારથી તથા પ્રભાવક પ્રવચનોથી મહારાષ્ટ્રમાં વસતા જેમાં ધાર્મિક જીવનની ઉષા પ્રગટી. તેઓશ્રી વિહાર કરતા કરતા નિવાણી પધાર્યા. નિપાણીમાં તે સમયે તેઓશ્રીની માત્ર આઠ જ દિવસની સ્થિરતા થઈ, પણ એ આઠ દિવસમાં તે કઈકનાં અન્તઃકરાએ અને કેઈકનાં જીવનેએ ભારે પલટે ખાધે. ધમથી સર્વથા પરાડુ મુખ બની રહેલા કેટલાક એવા ધર્મસમુખ બની ગયા કે એમનું એ પરિવર્તન ધાર્મિકજનેને પણ ખૂબ જ પ્રશંસાપાત્ર લાગ્યા વિના રહે નહિ. એમાં આપણા દતુભાઈમાં આવેલું પરિવર્તન કદાચ સર્વશ્રેષ્ઠ કેટિનું હશે.
પૂ. આચાર્યદેવશ્રીનાં પ્રવચનની એવી ખ્યાતિ હતી કે-દતુભાઈ જેવા કદી પણ શ્રી જિનદશને નહિ જનારા પણ એઓશ્રીનાં પ્રવચનને સાંભળવાને આકર્ષાયા વિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com