________________
૧૨
નતા કહેવાનું તાત્પર્ય એ છે કે-વિષય-વિકાર ઉત્પન્ન કરવામાં નિમિત્ત બને એવાં સ્થાનેથી દૂરને દૂર રહ્યા કરીને મનને વિષયપરા નુખ બનાવી રાખવાનો અભ્યાસ કર્યા કરે.
છ પ્રકારનું અત્યંતર તપ –અભ્યતર તપ પણ છ પ્રકારનું છે. (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) ઉત્સર્ગ–બુત્સર્ગ.
પ્રાયશ્ચિત્ત એટલે પાપનું છેદન કરનારી કિયા. પિતાના ગુનાને ગુરુની આગળ બાળભાવે એકરાર કરીને ગુરુ તે પાપથી શુદ્ધિ થવાને માટે જે તપ વગેરે દંડ આપે તે વહન કરે, તેનું નામ પ્રાયશ્ચિત તપ છે. તે અધિકારભેદથી અનેક પ્રકારનો હોય છે. શાસ્ત્રોમાં દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત પ્રસિદ્ધ છે.
વિનય એટલે મોક્ષનાં સાધને પ્રત્યે અંતરનું બહુમાન, અને તેમની બાહ્ય પ્રતિપત્તિ અને આશાતનાનું વર્જન. શાસ્ત્રમાં તેના પાંચ પ્રકારની પ્રરૂપણ થયેલી છે. દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય અને ઔપચારિકવિનય. આથી દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ ગુણોને ધરનારાઓને વિનય પણ કરવું જ જોઈએ.
વિયાવૃત્ય એટલે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન (માંદા કે અશકત), શૈક્ષ (નવદીક્ષિત), કુલ, ગણ, સંઘ અને સાધમિક એ દશની નિરાશં ભાવે અને કર્મક્ષયના હેતુથી કરાતી સેવાશુશ્રષા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com