________________
૧૪
તપસ્વીઓને શત-સહસ્ત્ર ધન્યવાદ –અહીં અમે પાઠકોને પૂછવા ઈચ્છીએ કે ગિરિ–આરહણનાં સાહસે, આકાશ-ઉડ્ડયનની વીરતા અને સમુદ્રની અગાધ ઊંડાઈને તાગ લેનારા મરજીવાઓનાં પરાક્રમો સાંભળી આપણે ઘડીભર સ્તબ્ધ બની જઈએ છીએ, એક પ્રકારને રોમાંચ અનુભવીએ છીએ અને શાબાસ! શાબાસ! ના પોકારે કરવા લાગી જઈએ છીએ, તે કર્મબંધનને સર્વથા નાશ કરવા માટે જે મહાપુરુષ એ સાહસથી કઈ ગુણ ઉચાં તપનાં પરાકમે કરે છે, તેમને માટે કયા શબ્દ ઉચ્ચારવા જોઈએ? ધન્ય! ધન્ય!! એ શબ્દ તેમને માટે ઉચિત છે, પણ તે સો વાર-સહસ્ત્ર વાર ઉચ્ચારીએ તો પણ તેમને પૂરે ન્યાય આપે ગણાય નહિ. અમે આવા તપસ્વીઓને શત-સહસ્ત્ર ધન્યવાદ આપીએ છીએ અને તેમનાં પવિત્ર પરાક્રમી જીવનમાંથી બાહ્ય તથા અત્યંતર તપની અભિનવ પ્રેરણું મેળવવાને અનુરોધ કરીએ છીએ.
આયંબિલને અધિક મહિમા –તપના સર્વ પ્રકારો સુંદર છે, શ્રેયસ્કર છે, મહામંગલમય અને મહાકલ્યાણકારી છે, પણ અપેક્ષા વિશેષથી આયંબિલ મહિમા અધિક ગણાવ્યો છે, કારણ કે તેનાં વિધિપૂર્વકનાં અનુષ્ઠાનથી સનતકુમાર ચકવતીને લોકોત્તર પુણ્યાઈ મળી, દ્વારિકા નગરીના દાહ ૧૧ વર્ષ સુધી અટકી ગયે, પાંચસો કેઢિચાના કોઢ મટયા, શ્રીમાળ રાજા અનેરી રાજ્યરિદ્ધિ પામ્યા અને લાખો લોકોનાં દુઃખ-દારિદ્ર દૂર થયાં. આ તે લૌકિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com