________________
આ લેકનાં સુખની ઈચ્છાથી નહિ, પરલોકનાં સુખની ઈચ્છાથી નહિ, ઉભય લેકનાં સુખની ઈચ્છાથી નહિ, કીર્તિ, મહત્તા કે પ્રશંસાની ઈચ્છાથી નહિ, પણ માત્ર કમની નિર્જરા અથે કરવું જોઈએ.
વળી તેમણે સ્પષ્ટ શબ્દોમાં એ પણ જણાવ્યું છે કે –
'पूजालाभप्रसिद्धयर्थ, तपस्तप्यते योऽल्पधीः । शोष एव शरीरस्य, न तस्य तपसः फलम् ॥
જે મંદબુદ્ધિ મનુષ્ય પૂજા, લાભ કે પ્રસિદ્ધિને અર્થે તપ કરે છે, તેને તપનું ફળ મળતું નથી, કારણ કે એ તપ માત્ર શરીરને શેષ છે. [અહીં તપનું ફળ મળતું નથી, એમ કહ્યું છે, તેને અર્થ તપનું જે ફળ મળવું જોઈએ તે મળતું નથી, એમ સમજવાનું છે, કારણ કે અકામ નિર્જરાથી તપ કરનારને પણ તેનું કિંચિત્ ફળ તે મળે જ છે.]
તપ કેટલું કરવું –તપના પ્રમાણ માટે શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે – 'सो अतवो कायव्वा, जेण मणोऽमंगुल न चितेह । जेण न इंदियहाणी, जेण जोगा न हायति ॥'
આરાધક આત્માઓએ તેવું જ તપ કરે કે જેનાથી મન અશુભ ચિંતન કરે નહિ અર્થાત્ તે આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં ચડી જાય નહિ. જેનાથી ઈન્દ્રિમાં ખોડ ખાંપણ આવે નહિ અને જેનાથી નિત્યની ધર્મ પ્રવૃત્તિઓ હણાય નહિ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com