Book Title: Swopagnyashabda maharnavnyas Bruhannyasa Part 1
Author(s): Hemchandracharya, Lavanyasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
ઉપોદઘાત ૩૩ શિષ્ટસાહિત્યમાં પ્રસિદ્ધિ પામેલી ભાષાઓનું વ્યાકરણ રચ્યું છે. જો કે આ વ્યાકરણ એક સ્થાન રોકે એવો ગ્રંથ છે, છતાં અહીં તે એટલું જ કહેવું ઉચિત છે કે, ગુજરાતી ભાષાની માતાસમી “ અપભ્રંશ ભાષા'નું વિશદ વ્યાકરણ સૌથી પ્રથમ શ્રી. હેમચંદ્રસૂરિજીએ આપી અપભ્રંશના આદિ વૈયાકરણ તરીકેની ખ્યાતિ
જેમ પાણિનિએ લૌકિક વ્યાકરણ પછી વૈદિક પ્રક્રિયા રચી છે તેમ શ્રી. હેમચંદ્રસરિજીએ આઠમાં અધ્યાયમાં, અર્ધમાગધી ભાષામાં જૈન આગમ ગ્રંથના જ્ઞાન માટે ટૂંકમાં પ્રગાનુકૂળ “આર્ષભાષાનું દિગદર્શન પણ એ વ્યાકરણમાં પ્રસંગાનુરૂપ કરાવ્યું છે. એ ગ્રંથની વિષયસૂચી અગાઉ આપી છે. આને લગતાં દેશીનામમાલા' કેશ અને “પ્રાકૃત દ્વાશ્રય કાવ્ય” પણ તેટલાં જ મહત્ત્વનાં ગણાવી શકાય. - શ્રી. હેમચંદ્રસૂરિજીના “અભિધાન ચિંતામણિકાશ અને અનેકાર્થસંગ્રહ” તેમજ ઉપર નિર્દિષ્ટ દેશીનામમાતા’ વ્યાકરણસિદ્ધ યૌગિક, રૂટ અને મિશ્ર શબ્દોને સંગ્રહ કરતા હોવાથી તેને જ લગતા ગણાય.
આ સિદ્ધહેમ અષ્ટાધ્યાયી વ્યાકરણના બત્રીશ પાદમાં પ્રત્યેક પાની અંતે એકેક શ્લેક-એમ બત્રીશ અને ત્રણ અનુપૂર્તિના મળી પાંત્રીસ ગ્લૅકેના સુંદર, લાક્ષણિક અને ઐતિહાસિક કાવ્યમાં ચૌલુક્યવંશીય સાત રાજાઓની પ્રશસ્તિ આપી છે જે લેકે એક રીતે પિતાના “સંસ્કૃત થાશ્રય મહાકાવ્યના નિષ્કર્ષસ્વરૂપ લાગે છે. તે સાત રાજાઓનો રાજ્યકાળ આ પ્રમાણે છેઃ ૧ મૂળરાજ ઈ. સ. ૯૬૦ થી ૯૯૫ (વિ. સં. ૧૦૧૭ થી ૧૦૫૨), ૨ ચામુંડરાજ (નં. ૧ ને પુત્ર) ઈ. સ. ૯૯૫ થી ૧૦૦૬; ૩ વલ્લભરાજ (નં. રને પુત્ર) છ માસ, ૪ દુર્લભરાજ (નં. ૩નો ભાઈ) ઈ. સ. ૧૦૦૯ થી ૧૦૨૧, ૫ ભીમદેવ (નં. ૪ને ભત્રીજો) ઈ. સ. ૧૦૨૨ થી ૧૦૬ ૩, ૬ કર્ણદેવ (નં. અને પુત્ર) ઈ. સ. ૧૦૬ ૩ થી ૧૦૯૩, ૭ સિદ્ધરાજ જયસિંહ (નં. ૬ને પુત્ર) ઈ. સ. ૧૯૩ થી ૧૧૪૨. આ શ્લેકોને ગુજરાતી અનુવાદ “હૈમસારસ્વત સત્ર” નામના પુસ્તકમાં વિસ્તારથી આપેલ છે. . - “સિદ્ધહેમ વ્યાકરણ' નાં અગાઉ નિર્દિષ્ટ પાંચ અંગો પૈકી સૂત્રપાઠ જેની શ્લેક સંખ્યા ૧૦૩૧ ની છે એ સંબંધી ચર્ચા અગાઉ આપી છે. હવે બીજા ચાર અંગે વિષે ટૂંકમાં અહીં માહિતી નોંધી છે. ૧. ઉણાદિગણુસૂત્ર:
સૂત્ર: “૩ળ [૫. ૨. ૯૩ ] વૃત્તિઃ રાવ ધાબા દુરું શુ આ ઉણાદિ પ્રત્યોને દર્શાવવા માટે તેમણે ૧૦૦૬ સૂત્રોની રચના કરી છે.
ધાતુની મૂળ પ્રકૃતિને “ઉણ' વગેરે પ્રત્યે લગાડી શબ્દોના સ્વરૂપની સિદ્ધિ કરવામાં આવી છે. શબ્દોની આપેલી વ્યુત્પત્તિ માટે આજના વિકસિત ભાષાશાસ્ત્રની દષ્ટિએ કેટલીયે વ્યુત્પત્તિઓ કલ્પિત કરે પરંતુ આપણે તે તાત્કાલીન દષ્ટિને ધ્યાનમાં રાખી એને જ મળતા એવા સંસ્કૃત ધાતુને તદ્દરૂપ સાધક પ્રત્યય લગાડીને શબ્દની સિદ્ધિ કરવામાં આવી છે. કેટલેક સ્થળે વ્યુત્પત્તિનિમિત્ત અન્ય હોય છે. અને પ્રવૃત્તિનિમિત્ત અન્ય હોય છે. અર્થાત્ શબ્દ વ્યુત્પત્તિથી સિદ્ધ અર્થમાં નહિ પરંતુ અન્ય અર્થમાં પ્રવર્તે છે. વસ્તુતઃ શબ્દોના સંગ્રહની દષ્ટિએ આ શબ્દો ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. આમાંથી કેટલાયે શબ્દો દેશ્ય, પરદેશી કે બીજી ભાષાના જડી આવે છે અને તે શબ્દો ઉપરથી તત્કાલીન રહેણીકરણીનું પણ અનુમાન કાઢી શકાય છે. ૨. લિંગાનુશાસન
આ ગ્રંથના પ્રથમ પરિશિષ્ટ રૂપે સમગ્ર “લિંગાનુશાસન' પત્ત ટીકા સાથે આપેલું છે.