Book Title: Swopagnyashabda maharnavnyas Bruhannyasa Part 1
Author(s): Hemchandracharya, Lavanyasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
ઉપદુઘાત ઃ ૩૧ "शब्दानुशासनजातमस्ति तस्माच कथमिदं प्रशस्यतरम् ? उच्यते-तद्धि अतिविस्तीर्ण विप्रकीर्ण च. कातन्त्रं तर्हि साधु भविष्यतीति चेन्न, तस्य संकीर्णत्वात् , इदं तु सिद्धहेम. चन्द्राभिधानं शब्दानुशासनं नातिविस्तीर्ण, न विप्रकीर्णमिति। अनेनैव शब्यव्युत्पत्तिर्भवतीति। ૌત્રોઈ પ્રતીત ઇ . ”
સારાંશ-“વ્યાકરણના સમૂહમાં આ (સિદ્ધહેમ વ્યાકરણ) શા માટે વધુ પ્રશંસનીય છે? કેમકે, બીજું વ્યાકરણો કાં અતિવિસ્તીર્ણ છે અને ક્રમબદ્ધ રચનાવાળાં નથી. વળી, કાતંત્ર વ્યાકરણ પૂરેપૂરા વિને ન્યાય આપતું નથી; જ્યારે શ્રોસિદ્ધહેમચંદ્ર વ્યાકરણની રચનામાં અતિવિસ્તાર નથી, ને છૂટીછવાયી રચના નથી, આથી શબ્દવ્યુત્પત્તિ માટે આ વ્યાકરણ ઉગી છે.”
થી. હેમચંદ્રસૂરિજી યદ્યપિ શાકટાયનના ઋણી છે અને તે તે વૈયાકરણોના સીધા ઉલ્લેખો કે ઉતારા લેવા છતાં તેમનું સર્વાગીણ સર્જક વ્યક્તિત્વ વિદ્યાર્થી ઉપર સીધી અસર પાડ્યા વિના રહેતું નથી. એટલે જ તેમનું રચનાકૌશલ તત્કાલીન દૃષ્ટિને આલેખતું ઐતિહાસિક મહત્વ ધરાવે છે; એમ કહેવું અસ્થાને નથી. પોતાના બૃહસ્સાસમાં તેમણે તર્કશૈલીએ નિપજાવેલા સમન્વયભર્યો નવીન પ્રવાહ આપણે નિહાળી શકીએ છીએ, જે એમની વ્યાપક ભાવનશૈલીને અનુરૂપ છે. તેમની રચનામાં ખાસ કરીને કેળવણીવિષયક દૃષ્ટિબિંદુ તરી આવે છે. તેમાં મૌલિક ચર્ચાઓથી પોતાનું પ્રતિભા કૌશલ પણ બતાવ્યું છે. તેમાં શું સાહિત્યવિષયતા, શું દાર્શનિકતા કે શું રાષ્ટ્રીયત્વ-એ બધાને સમુચિત મેળ મહાસાગરમાં ભળતી નદીઓના મુખમે દષ્ટિગોચર થાય છે. આજ દષ્ટિ તેમની અંતિમ મહાવૈયાકરણ તરીકની ખ્યાતિને સમુજવળ કરવા માટે પૂરતી ગણાય.
પોતાના વ્યાકરણની નિર્દોષ રચના લેકમાં આદર પામે એ પહેલાં જ શ્રી. હેમચંદ્રસૂરિજી પોતાની કતિને સ્વયંપ્રતિષ્ઠિત બતાવતાં જે ઉદ્દગારો કાઢે છે એ ખરેખર, તેમના વ્યાકરણના કળશ-દંડ સમ. ભાસે છે. તેઓ અવ્યય પ્રકરણના આફ-અભિવિષ્યર્થના ઉદાહરણમાં નોંધે છેઃ
आकुमारं यशो शाकटायनस्य। અર્થાત-શાકટાયનનો યશ કુમારપાલ સુધી જ રહ્યો. એટલે “સિદ્ધહેમ વ્યાકરણ બન્યું નહોતું ત્યાં સુધી જ શાકટાયનની રચના મૂર્ધન્ય ગણાતી હશે. આ હકીકત એમના ગ્રંથ માટે તેમને કેવો અખૂટ આત્મવિશ્વાસ રજૂ કરે છે?
કલહોર્ન જેવા પાશ્ચાત્ય વ્યાકરણના નિષ્ણાત અને પ્રતિષ્ઠિત વિદ્વાને હેમચંદ્રસૂરિજીના વ્યાકરણ માટે જે ઉદ્દગારો કાઢવા છે એ ઉપર્યુક્ત હકીકતનું સમર્થન કરે છે એટલું જ નહિ, તેમની રચનાનું મહત્વ નહિ સમજનારાઓને આ દ્વારા ગંભીર સૂચના પણ પાઠવે છે.
* Admitting that Hemchandra's Grammar is by no means an original work, I never thless venture to call it the best Grammar of the Indian middle ages. Its auther has carefully brought together the materials contained in the works of his predecessors, and by a judicious arrangement of the employment of artificial symbols he undoubtedly has facilitated the study of Sanskrit among his countrymen. May these lines induce their decendants to furnish us soon with an edition of it, such as it deserves."