Book Title: Stambhan Parshwanath Author(s): Vijaypadmasuri Publisher: Stambhan Parshwanath 700 Varsh Ujvani Samiti View full book textPage 3
________________ આનંદનાં વધામણાં માનવજીવનમાં કેટલીક ક્ષણો એવી આવતી હોય છે કે જે જીવનમાં એક નૂતન ઇતિહાસ રચી જતી હોય છે. શ્રીસ્તંભન પાર્શ્વનાથ પ્રભુના અલૌકિક અને અતિપ્રાચીન જિનબિંબની ખંભાતમાં પધરામણી થયાનાં ૭૦૦ વર્ષ (૧૩૬૮-૨૦૬૮)ની ઘડી એ આવા જ એક અવિસ્મરણીય ઇતિહાસનું સર્જન જીવનમાં કરી ગઈ છે, એનો આનંદ વહેંચવા માટે જ આ પ્રકાશન થઈ રહ્યું છે. ગયે વર્ષે પ્રસંગવશ ખંભાત જવાનું થયું અને ત્યાં ધ્યાનમાં આવ્યું કે આ વર્ષ તો પ્રભુજી પધાર્યાના ૭૦૦ વર્ષના અવસરનું વર્ષ છે. તત્ક્ષણ તેની ઉજવણી આખું વર્ષ કરવા-કરાવવાના મનોરથ જાગ્યા અને સ્તંભનજી જિનાલયના ટ્રસ્ટના સહયોગથી વિવિધ આયોજનોની હારમાળા સર્જાઈ. સહુપ્રથમ ઉજવણી સમિતિનું ગઠન થયું. જેમાં (સ્વ.) જસવંતભાઈ ઝવેરી, વિજયભાઈ મણિલાલ ખંડવાવાળા, મહેન્દ્રભાઈ જયંતીલાલ શાહ, રાજુભાઈ બી. કાપડિયા, સંજય શનુભાઈ શાહ વગેરેને નિયુક્ત કરીને વિવિધ કાર્યભાર સોંપવામાં આવ્યો. એ પછી વર્ષભરમાં કરવા યોગ્ય કેટલાંક નક્કર અને સાર્થક સુકૃતો કરવાનું ઠરાવી તે માટે ફંડ કરવામાં આવ્યું. શ્રીસ્તંભનજી પ્રભુના પુનિત પ્રભાવે બહુ જ ઝડપથી ૨૦ લાખ કરતાંયે વધુ રકમ એકત્ર થઈ, જે ખંભાતવાસીઓ માટે કલ્પનાતીત હતું. એ પછી શરૂ થયાં નિયત થયેલાં આયોજનો. સૌપ્રથમ ખંભાતમાં વસનારાં જૈન-અજૈન સર્વ મળીને ૧૮૨૦ હજાર કુટુંબોને પ્રભુ પધાર્યાની હરખ-પ્રસાદીરૂપ મીઠાઈના પેકેટનું પ્રભાવનારૂપ વિતરણ બહુમાનપૂર્વક કરવામાં આવ્યું. આના મંગલાચરણરૂપે એક જાહેર સભાસમારંભ યોજાયો અને ત્યાં ઉપસ્થિત પૂજ્ય ગુરુભગવંતોની નિશ્રામાં ઉજવણી-કાર્યોનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો. એક જ દિવસમાં થયેલ મીઠાઈ-વિતરણના આયોજનને અદ્ભુત પ્રતિસાદ સાંપડ્યો. ગરીબો તથા 3Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 56