________________
૧૭
કુષ્માપુત્રકથાનક સાર -
એક વખત પરમાત્મા મહાવીરસ્વામીએ સમવસરણમાં દાન, તપ, શીલ અને ભાવનારૂપ ચાર પ્રકારના ધર્મનો ઉપદેશ આપી, કુષ્માપુત(કૂર્માપુત્રોનું ઉદાહરણ આપી કહ્યું કે ભાવશુદ્ધિને કારણે કૂર્માપુત્ર ગૃહવાસમાં પણ કેવલજ્ઞાન પામ્યા હતા. કુમાપુત્ત રાજગૃહના રાજા મહેંદ્રસિંહ અને રાણી કુમ્માના પુત્ર હતા. તેમનું અસલ નામ “ધર્મદેવ' હતું, પરંતુ તેમને “કુષ્માપુત્ત' નામથી પણ સૌ બોલાવતા હતા. તેમણે બચપણમાં જ વાસનાઓને જીતી લીધી હતી અને પછી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. જો કે તેમને ઘરમાં રહેતાં રહેતાં જ સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરી લીધું હતું, છતાં માતા-પિતાને દુઃખ ન થાય તે ખાતર દીક્ષા ગ્રહણ ન કરી. તેમને ગૃહસ્થાવસ્થામાં કેવલજ્ઞાન પ્રાપ્ત થવાનું કારણ એ હતું કે તેમને પૂર્વભવોમાં પોતાના સમાધિમરણની ક્ષણોમાં ભાવશુદ્ધિ જાળવવાનો અભ્યાસ કર્યો હતો. કર્તા અને રચનાકાળ -
આ કાવ્યના કર્તા તપાગચ્છના પરમપૂજય આચાર્યવર્યશ્રીમદ્વિજય હેમવિમલસૂરિમહારાજાના શિષ્યરત્ન પરમપૂજય જિનમાણિક્યવિજયજી મહારાજા યા એમના શિષ્યરત્ન પરમપૂજય અનંતકંસવિજયમહારાજા છે કેટલાક વિદ્વાન પરમપૂજય અનંતહસવિજયમહારાજાને આ કાવ્યના વાસ્તવિક કર્તા માને છે, જયારે કેટલાક તેમના ગુરુ પરમપૂજ્ય જિનમાણિક્યવિજયમહારાજાને આ કાવ્યના કર્તા માને છે. કૃતિમાં રચનાકાળ જણાવ્યો નથી, પરંતુ તપાગચ્છપટ્ટાવલીમાં પરમપૂજય આચાર્યભગવંત શ્રીમદ્ધિજ્ય હેમવિમલસૂરિમહારાજાને પપમાં આચાર્ય મનાયા છે અને તેમનો સમય ૧૬મી સદીનો પ્રારંભ બરાબર બંધ બેસે છે, આથી પ્રસ્તુત કાવ્યનો કાળ ૧૬મી સદીનો પૂર્વાધ માની શકાય.
[જે. બુ. સા. ઈ. પૃષ્ઠ | ૧૬૭] ૫. આ કૃતિમાં કુમ્માપુરના પૂર્વભવોની પણ કથા આપવામાં આવી છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org