________________
૧૯ અનુલક્ષીને પ્રાકૃત, સંસ્કૃત ગુજરાતી, હિંદી ભાષાના અનભિજ્ઞવર્ગને પણ ઉપકારક બને તે ભાવનાથી પ્રો. કે. વી. અત્યંકરે પોતાના સંપાદનમાં અંગ્રેજી અનુવાદ કરેલ છે તે આપેલ છે. આ રીતે પ્રસ્તુત નવીનસંસ્કરણ પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, હિંદી અને અંગ્રેજી પાંચ ભાષાઓથી સમૃદ્ધ બનેલ છે. વળી આ નવીનસંસ્કરણમાં પરિશિષ્ટ૧માં પરમપૂજય મુ. શ્રી શુભવર્ધનગણિ પ્રણીત ઋષિમંડલવૃત્તિ દ્વિતીયખંડમાંથી સંસ્કૃત કૂર્માપુત્રર્ષિકથાનક તથા પરિશિષ્ટ રમાં આસડકવિકૃત વિવેકમંજરી ગ્રંથ ઉપરની પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્વિજય બાલચંદ્રસૂરિકૃત વૃત્તિમાંથી સંસ્કૃત કૂર્માપુત્રર્ષિકથાનક
૭. પરમપૂજય જિનહર્ષવિજયમહારાજાના શિષ્ય પરમપૂજય સાધવિજય
મહારાજાના શિષ્ય પરમપૂજ્ય શુભવદ્ધનવિજયમહારાજાએ તે સૂરિના રાજ્યમાં ઋષિમંડલ પર વૃત્તિ રચી છે. તેમાં દ્વિતીયખંડમાં કૂર્મપુત્રર્ષિચરિત્ર આપેલ છે. [જૈ. સં. ઈ. પૃષ્ઠ ૩૪૦ પેરા | ૭૫૫] પરમપૂજય આચાર્યભગવંત શ્રીમદ્વિજય અભયદેવસૂરિમહારાજા થયા તેમનું ધર્મોપદેશામૃત પીને આસડે પોતાની વિવેકમંજરી અને ઉપદેશકંદલી રચી. તેમના શિષ્ય પરમપૂજય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય હરિભદ્રસૂરિ મહારાજા ષડ્રદર્શનો અને સાહિત્યમાં નિષ્ણાત થયા, અને તેમના શિષ્ય પૂજ્યઆચાર્યભગવંત શ્રીમદ્વિજ્ય બાલચંદ્રસૂરિમહારાજા થયા તેમણે આસડે રચેલા ગ્રંથો વિવેકમંજરી અને ઉપદેશકંદલી ઉપર ટીકાઓ રચી, વિવેકમંજરી ટીકા સં. ૧૨૪(૭)માં રચી (કી. ૨, ૫; પી. ૩, ૧૦૦), કે જે નાગૅદ્રગચ્છના પૂજય આચાર્યવિજયસેનસૂરિ મહારાજે અને બૃહદ્ ગચ્છના પૂજયઆચાર્યશ્રીમદ્વિજયપ્રદ્યુમ્નસૂરિમહારાજાએ શોધી તથા તેમાં દેવાનંદગચ્છના પૂજ્યકનકપ્રભસૂરિમહારાજાના શિષ્ય પૂજય પ્રદ્યુમ્નસૂરિમહારાજાએ સહાય કરી તે વિવેકમંજરી ટીકામાંથી આ કૂર્માપુત્રર્ષિચરિત્ર આપેલ છે.
[જૈ. સં. ઈ. પૃષ્ઠ ૨૫૫ / પેરા ૧૫૦-૧૫૧]
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org