________________
૨.
કુર્માપુન્નચરિત્ર આજ્ઞા (=વાત) માની નથી? કે પછી શું મારા કોઈક અપરાધથી
તું નારાજ થઈ ગઈ છે? ૫૭. ત્યારે વ્યંતરદેવી કંઈ પણ કહેતી નથી, પરંતુ મનોમન ખૂબ ઉચાટ
અનુભવી રહી છે અને કુમારનાં અતિ આગ્રહ પછી કહે છે. ૫૮. હે સ્વામિ ! મેં અવધિજ્ઞાનથી આપનું આયુષ્ય અલ્પ છે' એવું
જાણીને કેવલીભગવંત પાસે આયુષ્યને વધારવાનું) સ્વરૂપ પૂછ્યું.
અને કેવલીભગવંતે આયુષ્ય વધારી શકાય નહીં એમ કહ્યું. ૫૯. આ કારણે હે નાથ ! મને તન અને મન)માં પણ આ દુ:ખ સાલે
છે. અરે રે ભાગ્યને જ્યાં વાંકુ પડ્યું છે ત્યાં હું તારો વિરહ કેમ
સહી શકીશ? ૬૦. ત્યારે આશ્વાસન આપતાં) કુમાર કહે છે— યક્ષિણી ! તું મનમાં
જરા પણ ખેદ રાખીશ નહીં, અહીં કારણ સ્પષ્ટ છે—જ્યાં આ જીવન જ પાણીનાં પરપોટા (જલબિંદુ) જેવું ચંચલ છે. ત્યાં કોણ
સ્થિરત્વ (આપણે સ્થાયી છીએ એવું) માને? ૬૧. હે “પ્રાણપ્રિયે ! જો તું મારા ઉપર સ્નેહ રાખે છે તો મને કેવલી
ભગવંત પાસે, લઈ જા–મૂકી દે. જેથી હું આત્માનું કલ્યાણ કરું. ૬૨. ત્યારે વ્યંતરદેવી પોતાની શક્તિથી કુમારને, કેવલીભગવંત પાસે
કુમારનાં નગરનાં ઉદ્યાનમાં લઈ ગઈ. કુમાર પણ કેવલી
ભગવંતને વંદન કરીને, પોતાને યોગ્ય આસને ( સ્થાને) બેસે છે. ૬૩. ત્યારે કુમારનાં મુનિઅવસ્થામાં રહેલા માતા-પિતા ત્યાં બેઠા હતા.
તેઓ સ્નેહથી કુમારને જોઈને રડવા લાગ્યા. ૬૪. ત્યારે માતા પિતાને ન ઓળખી શકતા કુમારને કેવલી કહે છે–હે
કુમાર ! અહીં બેઠેલા, મુનિ બનેલા તારા માતા-પિતાને વંદન કર. ૬૫. એટલે કુમાર પૂછે છે–હે ભગવન્મારા માતા-પિતાને વ્રત
લેવાની ઇચ્છા કેમ થઈ ? તેના જવાબમાં કેવલીભગવંતે કુમારને
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org