________________
ભાવધર્મનાં પ્રભાવ પર પ્રકાશ પાથરતું ધર્મદેવ-કૂર્મપુત્રનું ચરિત્ર ૬૩
પુત્ર વિયોગનું કારણ દર્શાવ્યું. ૬૬-૬૭. એ દરમિયાન મેઘને જોઈને મોર, ચંદ્રને જોઈને ચકોર, સૂર્યને
જોઈને ચક્રવાક = ચકવો, પોતાની મા ગાયને જોઈને વાછરડો, સુગન્ધ ફેલાવનાર સુરભિ = વસંત ઋતુને જોઈને કોયલ આનંદ પામે છે. તેમ કેવલીનાં વચનથી માતાપિતાને જોઈને—ઓળખી જઈને રાજકુમાર દુર્લભ એવો આનંદ પામ્યો કે આનંદને કારણે
એના શરીરમાં રોમાંચ થઈ ગયો–રુવાટા ખડા થઈ ગયા. ૬૮. પોતાના માતા-પિતા “મુનિનાં કંઠે વળગીને રડી પડ્યો. તે વખતે
યક્ષિણીએ મીઠી વાણીથી છાનો રાખ્યો ૬૯. એના આંસુ ભર્યા નેત્રોને પોતાનાં વસ્ત્રનાં છેડા (=પાલવ)થી લૂછે
છે. ખરેખર મહામોહનો વિલાસ અદ્ભુત છે. ૭૦. પોતાના માતા-પિતાનાં દર્શનથી આનંદિત થયેલ કુમારને યક્ષિણી
કેવલીગુરુભગવંત પાસે બેસાડે છે. | મનુષ્યભવની દુર્લભતા ઉપર ચિંતામણિનું દૃષ્ટાન્ત | ૭૧. હવે બધાને ઉપકાર થાય એ માટે કેવલીભગવાન અમૃતરસના
પ્રવાહ સમાન ધર્મદેશના આપે છે– ૭૨. જે ભવિકજીવ માનવભવ પામીને ધર્મમાં પ્રમાદ કરે છે, તે ખરેખર
ચિંતામણિરત્નને મેળવે છે અને પ્રમાદ કરીને) સમુદ્રમાં ખોઈ
નાંખે છે. ૭૩-૭૫. કોઈ એક નગરમાં, કોઈક કલાકુશલ વાણિયો ગુરુની પાસે
રત્નની પરીક્ષાનો અભ્યાસ કરે છે. અને સૌગંધિક, કર્કતન, મરકત, ગોમેદ, ઇન્દ્રનીલ, જલકાંત, સૂર્યકાન્ત, મસારગર્ભ, અંક અને સ્ફટિક વગેરે રત્નોનાં લક્ષણ-ગુણધર્મ-વર્ણ-નામ અને ગોત્ર (મૂળ અને વિસ્તાર) વગેરે બાબતમાં મણિની પરીક્ષા કરવામાં નિષ્ણાત થયો.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org