________________
ભાવધર્મનાં પ્રભાવ પર પ્રકાશ પાથરતું ધર્મદેવ-કૂર્માપુત્રનું ચરિત્ર ૭૩
નિદ્રામાં અચેતનરૂપ થઈને રહેલા હોય છે. ત્યાં)થી કેમેય કરીને (પોતાનાં મોહનીયકર્મોનાં ભોગવટાથી ‘લઘુકર્મભાવ' પામીને) નીકળીને, ઘણા ભવો ભમીને મનુષ્ય બને છે.
૧૫૬. મનુષ્યપણામાં પણ મેળવવાં અતિમુશ્કેલ એવાં આર્યક્ષેત્ર (જ્યાં ધર્મની પ્રાપ્તિ થાય છે તે)માં આવે છે છતાં–દસ્યુ-ચોર, મ્લેચ્છ વગેરે અનાર્યકુળમાં જન્મે છે.
૧૫૭. આર્યક્ષેત્રમાં (આર્યકુળમાં) પણ પાંચેય ઇન્દ્રિયો(ની કુશળતા=) પરિપૂર્ણ મળવી દુર્લભ છે.—‘મોટે ભાગે કોઈ પણ માનવનું શરી૨ રોગ રહિત હોતું નથી.’’
૧૫૮. આમ છતાં ઇન્દ્રિય પણ મળે, આરોગ્ય પણ મળે છતાં જિનધર્મનાં શ્રવણનો સંયોગ મળવો દુર્લભ છે—કારણ કે શ્રેષ્ઠ ગુણવંત એવા ગુરુ તરીકે શ્રમણમુનિઓ સર્વત્ર હોતા નથી.
૧૫૯. જો કે ધર્મશ્રવણ (કરવા) મળે પણ (ધર્મ વિષે) જિનવચન ઉપરની શ્રદ્ધા થવી મુશ્કેલ છે. કારણકે ઘણું ખરું તો માણસો વિષયકથામાં આસક્ત મનવાળા હોય છે.
૧૬૦-૧૬૧. અને જિનવચન ઉપર શ્રદ્ધા થાય છતાં, જિનવચન મુજબની ક્રિયા કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. તે ક્રિયામાં પ્રવૃત્ત થવા ઇચ્છતા મનુષ્યને પ્રમાદશત્રુ અટકાવે છે. કારણે કે– (૧૬૧) ‘પ્રમાદ જ પરમ(નો) દ્વેષી છે. મોટો શત્રુ છે. મુક્તિનગરી(માં જતાં જીવ)નો લૂંટારો છે અને નરકનો માર્ગ છે. ૧૬૨.તે પુણ્યવંત પુરુષોને ધન્ય છે કે જેઓ ‘માનવભવ વગેરે સર્વ સાધનસામગ્રી મેળવીને, પ્રમાદનો ત્યાગ કરીને—ચારિત્રધર્મનું `પાલન કરીને ‘પરમપદ' મુક્તિમાં જાય છે.
૧૬૩.આમ જિનેશ્વરભગવાનનો ઉપદેશ સાંભળીને કેટલાક માનવો સમ્યક્ત્વ (=જીવ-અજીવ વગેરેની સાચી સમજ) પામ્યા. કેટલાક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org