________________
ભાવધર્મનાં પ્રભાવ પર પ્રકાશ પાથરતું ધર્મદેવ-કૂર્માપુત્રનું ચરિત્ર ૭૭ ૧૮૫. ત્યારે ભગવાન ઈન્દ્રને જણાવે છે કે આ મુનિઓ કૂર્માપુત્ર (એ
કહેલા પૂર્વભવનાં વૃત્તાન્તને સાંભળવાથી કેવલજ્ઞાન પામ્યા છે.
આથી કેવલી એવા આ મુનિઓએ અમને વંદન કર્યું નથી. ૧૮૬-૧૮૭. ત્યારે ઇન્દ્ર ફરીથી પૂછે છે કે આ કૂર્માપુત્ર કેવલી ક્યારે
મુનિવ્રતનાં વેષ)ને ધારણ કરશે ? ત્યારે ભગવાને જણાવ્યું કે આજથી સાતમા દિવસનાં ત્રીજા પ્રહરે-કૂર્માપુત્ર “મુનિવેષ' ધારણ કરશે. આમ જણાવ્યા પછી અજ્ઞાનરૂપ અંધકારને દૂર
કરતાં સૂર્ય સમાન જગદુત્તમતીર્થકર ભગવાને વિહાર કર્યો. ૧૮૮. ત્યાર પછી કુર્માપુત્ર કેવલી–ગૃહસ્થવેષ ત્યજીને મુનિનાં શ્રેષ્ઠ
એવા વેષને ધારણ કરે છે “મુનિવેષ વિશેષ રીતે ક્લેશનો વિજય
કરે છે.” ૧૮૯. ત્યાર પછી દેવોએ રચેલા નિર્મલ સુવર્ણ-કમલ ઉપર બેસીને
કેવલજ્ઞાન પામ્યા હોવાથી જેમનું ચિત્ત સમ છે, લેપ રહિત છે.
એવા કેવલી પ્રવર કૂર્માપુત્ર ધર્મદેશના આપે છે– ૧૯૦. દાન, શીલ, તપ અને ભાવ-આ ચાર પ્રકારો ધર્મનાં છે તેમાં પણ
ભાવધર્મ તો અશુભકર્મ (રોગ)ને દૂર કરવાનું શ્રેષ્ઠ ઔષધ છે.
માટે પરમધર્મ છે. ૧૯૧-૧૯૨. જેમ દાનમાં અભયદાન, જ્ઞાનમાં કેવલજ્ઞાન, ધ્યાનમાં
શુક્લધ્યાન શ્રેષ્ઠ છે; તેમ બધા ધર્મોમાં ભાવધર્મ શ્રેષ્ઠ છે. (૧૯૧) કર્મમાં મોહનીયકર્મ, બધી ઇન્દ્રિયોમાં જિવા, તથા વ્રતોમાં બ્રહ્મચર્યવ્રત (પ્રભાવશાળી) છે, તેમ સર્વધર્મોમાં ભાવધર્મ શ્રેષ્ઠ
છે. (૧૨) ૧૯૩. ગૃહસ્થપણામાં હોવા છતાં ભવ્ય જીવો શ્રેષ્ઠ એવા ભાવધર્મથી
કેવલજ્ઞાન પામે છે, એમાં અમે જ ઉદાહરણરૂપ છીએ.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org