________________
O
કૂર્માપુત્રચરિત્ર ૧૩૧. કારણ કે તેણે પૂર્વભવમાં લાંબા સમય સુધી ચારિત્રને સુંદર રીતે
પાળ્યું હતું, તેથી યુવાનીમાં પણ તેને વિષયોથી વૈરાગ્ય થયેલ છે. છે કૂર્માપુત્રને કેવલજ્ઞાન થયું જુઓ ભાવધર્મનો પ્રભાવ // ૧૩૨. કોઈક દિવસે (તેના નગરમાં) મુનિઓ (પધાર્યા હતા. તેઓ) ના
સ્વાધ્યાય દરમિયાન શ્રુતને સાંભળતાં કુમારને પોતાના પૂર્વભવનું
સ્પષ્ટ જ્ઞાન થયું. ૧૩૩-૧૩૪. પૂર્વભવમાં પાળેલા સાધુધર્મની સ્મૃતિથી સાધુધર્મનાં ગુણથી
આ ભવમાં સંસારની અસારતાને જાણતા તે કૂર્માપુત્રકુમાર (ગૃહસ્થ વેષમાં જ) ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયા, શુક્લધ્યાન પામ્યા, ધ્યાન-પાવકથી દુઃસહ કર્મ-ઇન્વનનું દહન કરતાં કરતાં
ઉજ્જવળ એવું કેવલજ્ઞાન પામ્યા. ૧૩૫. હવે કૂર્માપુત્રે જોયું કે જો હું મુનિવેષ સ્વીકારીશ તો પુત્રવિયોગનાં
દુઃખથી માતા-પિતાનું મરણ થશે. ૧૩૬.એટલે કેવલલક્ષ્મી પ્રાપ્ત થવા છતાં પણ કૂર્મપુત્ર, માતા-પિતાના
ઉપરોધથી ભાવચારિત્રી થઈને ઘરમાં જ રહ્યા. ૧૩૭. કૂર્માપુત્ર સમાન માતૃભક્ત-પિતૃભક્ત કોણ હશે ? કે જે
કેવલજ્ઞાની થયા પછી પણ માત્રને માત્ર માતા-પિતા પ્રત્યેની
“અનુકંપાને કારણે જ ઘરમાં રહ્યા છે. ૧૩૮. કુર્માપુત્ર કેવલીને ધન્ય છે કે કેવલજ્ઞાન પામ્યા છતાં–માતા
પિતાને બોધ પમાડવા માટે “પોતે કેવલ પામ્યા છે' તેવી ખબર
કોઈને ન પડે એ રીતે ઘરમાં રહ્યા છે. ૧૩૯, ગૃહવાસમાં રહેવા છતાં કૂર્માપુત્રને જે અનંત એવું કેવલજ્ઞાન
ઉત્પન્ન થયું છે, તે ખરેખર ભાવધર્મનો જ પ્રભાવ છે. ૧૪૦. ભરત મહારાજા ચક્રવર્તી હોવાથી, તેવા પ્રકારનાં ચક્રવર્તીને
યોગ્ય-અન્તઃપુર(ની રાણીઓ સાથે વિષયવિલાસ)માં મગ્ન
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org