________________
કુર્માપુત્રચરિત્ર નગરજનોનાં ઘરો-હવેલીઓ, દેવમંદિરો જાજરમાન બન્યા હતાં. તથા ધન-ધાન્યથી સમૃદ્ધ એવું તે નગર સમગ્ર જગતમાં પ્રસિદ્ધ હતું. અર્થાત આ રાજગૃહ નગર તેનાં શ્રેષ્ઠ સંચાલન, જાજરમાન
મંદિરો અને ધન-ધાન્યની સમૃદ્ધિથી વિશ્વવિખ્યાત બન્યું હતું. ૯૭. તે નગરમાં મહેન્દ્રસિંહ નામનો રાજા શત્રુઓ રૂપી હાથીઓનાં
મૃત્યુ માટે સિંહ સમાન હતો. તેના નામથી યુદ્ધ મેદાનમાં કરોડો સુભટો ભાંગી પડતા હતા. સૈનિકોની (નાકાબંધી માટેની) હરોળો
તૂટી જતી હતી. ૯૮. તે મહેન્દ્રસિંહરાજાને કુર્માદેવી નામે રાણી, રૂપસમૃદ્ધિથી દેવી જેવી
અને વિનય-વિવેક-વિચાર વગેરે ગુણોનાં આભૂષણોથી ઓપતી
હતી. ૯૯. વિષય સુખ ભોગવતા તે બન્નેનો સમય ઇન્દ્ર-ઇન્દ્રાણીની જેમ કે
કામદેવ-રતિની જેમ સુખપૂર્વક વ્યતીત = પસાર થાય છે. ૧૦૦. કોઈ એક દિવસે–પોતાની શયામાં અર્ધ-સુખ (=સુખ
જાગરિકા) દેવી સ્વપ્નમાં આશ્ચર્યકારક અને મનોરમ સુરભવન
દેખે છે. ૧૦૧. સવાર પડતાં = પ્રભાત સમય થતાં જ રાણી પોતાની શયામાંથી
ઊઠીને રાજા પાસે જાય છે, અને મધુર વાણીપૂર્વક = મીઠાશ પૂર્વક
બોલે છે. ૧૦૨. હે આર્ય ! (સ્વામિ) મેં સ્વપ્રમાં સુરભવન જોયું છે. આ સ્વપ્નનું
વિશેષ ફલ શું હશે ? ૧૦૩. આ સાંભળતાં જ રાજા રાજીના રેડ થઈ ગયા–“રંવાડા ખડાં થઈ
ગયા, અને પોતાની મતિ મુજબ આ પ્રમાણે ફલસૂચક વચન-વાક્ય કહે છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org