________________
૫૮
કૂર્માપુત્રરત્ર
૨૫-૨૬. આ સુરભવનની અંદર રત્નોનાં સ્તંભોની હારમાળા હતી. એની કાંતિથી ચારે બાજુએ ઝગમગાટ ફેલાયો હતો. આ સ્તંભોની ઉપર, રંગ-બેરંગી મણિઓનાં તોરણો હતા. તે તોરણોનાં ગાઢ અને સ્વચ્છ કિરણો = તેજલિસોટાથી તે સુરભવન રંગીન થઈ ગયું હતું. તે રત્નસ્તંભો ઉપર રહેલી, વિવિધ ક્રીડાની અંગભંગઅંગમરોડ દર્શાવતી પૂતળીઓથી જોનારાઓ અચંબામાં પડી જતા હતા. તથા તે સુરભવનમાં ઘણાં ગવાક્ષ = ગોખ-ગોખલા હતાં. તેમાં ઘણી જાતનાં ચિત્રો દોરેલા હતા, જેથી સુરભવનની અંદર અપાર શોભા સર્જાઈ હતી.
૨૭. વિશ્વમાં આશ્ચર્યકારી સુરભવન જોઈને રાજકુમાર દુર્લભ ઘણું આશ્ચર્ય પામીને વિચારવા લાગ્યો.
૨૮. શું આ(સુરભવન પોતે એક) ઇન્દ્રજાળ છે. કે પછી આ સ્વપ્ન છે (જો આ સુરભવન સત્ય હકીકત છે તો) મારી નગરીથી અહીં મને કોણ લાવ્યું ?
૨૯. આમ સંદેહમાં પડેલા કુમાર દુર્લભને પલંગમાં બેસાડીને ભદ્રમુખી યક્ષિણીએ જણાવ્યું કે—સ્વામિ ! મારી વાત સાંભળો.
૩૦. હે મારા ભોળીયા કંત ! આજે મેં ઘણા સમય પછી તમને જોયા છે. મારા (પ્રેમનાં) કાર્ય = સ્વાર્થ માટે, આ સુરભિ = સૌરભવાળા વનમાં / સુગંધનાં વનસમા આ સુરભવનમાં તમને હું લાવી છું.
૩૧. મારું મનોરથરૂપ કલ્પવૃક્ષ આજે ફળ્યું છે, અને આચરેલા સુકૃતને કારણે તમે આજે મને મળ્યા છો.
૩૨. આવા તે (ભદ્રમુખી)નાં વચન સાંભળીને અને તેના (સ્નેહભર્યાં હોવાથી) શુભ એવા નયનવાળા (વદનને) મુખને નિરખીને કુમારનાં મનમાં પૂર્વભવનો સ્નેહ ઉછળી આવ્યો.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org