________________
ભાવધર્મનાં પ્રભાવ પર પ્રકાશ પાથરતું ધર્મદિવ-કૂર્મપુત્રનું ચરિત્ર ૫૯ ૩૩. અને “મેં આને ક્યાંક જોઈ છે? કે પૂર્વભવમાં હું આનો પરિચિત
હોઈશ. “એવો ઊહાપોહ (તર્ક-વિતર્ક = વિચારણા-ગડમથલ) કરતાં કુમારને જાતિસ્મરણ = પૂર્વ ભવોનું સ્મરણ થઈ આવ્યું.
પૂર્વભવ યાદ આવ્યો. ૩૪-૩૬. તે જાતિસ્મરણ = પૂર્વભવનાં જ્ઞાનથી પૂર્વભવનો વૃત્તાન્તને
જાણીને રાજકુમાર દુર્લભે પોતાની (પૂર્વભવની) પ્રિયપત્નીને પૂર્વભવની બધી વાત જણાવી. (૩૫) ત્યારે તે યક્ષિણીએ પોતાની વૈક્રિય (પુદ્ગલોમાં ચય-અપચય કરીને કંઈ નવું સર્જન | વિસર્જન કરવાથી) શક્તિથી કુમારનાં શરીરમાંથી અશુભ પુદ્ગલો દૂર કર્યા અને શુભ પુદ્ગલો ઉમેર્યા–દાખલ કર્યા. પછી (૩૬) પૂર્વભવની પત્ની હોવાથી નિઃસંકોચ ભોગો ભોગવે છે. આમ બન્ને જણા વિષયસુખ ભોગવે છે. અહીં દેવી અને માનવ વચ્ચેનાં સંવાસ (=કામભોગ)ના પ્રસંગે કવિ આગમપાઠનું પ્રમાણ આપે છે-કે સ્થાનાંગ નામના આગમનાં (૪-૪-૩૫૩માં) સૂત્રમાં ચાર પ્રકારનાં ભોગનું સ્વરૂપ દર્શાવેલ છે.–જેમકે “ચાર સ્થાનથી દેવોને સંવાસ સંભવે છે–(૧) દેવ, અને દેવી વચ્ચે, (૨) દેવ અને (ઔદારિક શરીર ધારી-માનવસ્ત્રી કે પશુમાદા) છવિ વચ્ચે, (૩) “છવિ' (દારિક શરીરધારી
પુરુષને દેવી વચ્ચે, (૪) છવિ અને છવિ' વચ્ચે.” ૩૭-૩૮. આ બાજુ રાજકુમાર દુર્લભનાં વિયોગમાં તેનાં માતા-પિતા
દુઃખી થતા હતા. તેમણે બધે દુર્લભની શોધખોળ કરાવી પણ, ક્યાંય તેની ખબર જરાપણ ન મળી. (કારણ કે) (૩૮) દેવો એ અપહરણ કરેલી–લઈ લીધેલી વસ્તુ, માણસને ક્યાંથી મળે ?
હકીતમાં માનવો અને દેવોની શક્તિમાં ઘણો તફાવત હોય છે. ૩૯. કુમારના દુઃખિયા માતાપિતાએ કેવલીભગવંતને પૂછ્યું : કે હે
ભગવદ્ ! આમ અમને જણાવો કે અમારો પુત્ર ક્યાં ગયો છે ?
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org