________________
ભાવધર્મનાં પ્રભાવ પર પ્રકાશ પાથરતું
ધર્મદેવ-કૂર્માપુત્રનું ચરિત્ર
૧. જેઓનાં ચરણ કમળમાં, અસુરો ( દાનવો, દૈત્યો, અને માનવો)
તથા સુરોનાં ઇન્દ્રો લળી-લળીને નમન કરે છે. એવા શ્રીવર્ધમાન જિનને નમસ્કાર કરીને હું કૂર્માપુત્રનું ચરિત્ર ટૂંકાણમાં રજૂ કરું છું.
રાજગૃહનગરમાં વિરપ્રભુ પધાર્યા. ૨-૪. રાજગૃહ નામનું શ્રેષ્ઠ નગર છે. (કારણ કે, તેમાં બધા પુરુષો નય/
નીતિની રેખા | મર્યાદાને પામ્યા છે, માટે શ્રેષ્ઠ છે. તે નગરમાં (વનસ્પતિનાં આરોગ્યપ્રદ હોવું વગેરે) ગુણોથી ગરવું એવું ગુણશિલક' નામનું ઉદ્યાન છે. ત્યાં વર્ધમાન જિન સમોસર્યા = પધાર્યા છે. એટલે દેવોએ સમવસરણ = ધર્મ ઉપદેશ સભાની રચના કરી છે. તે સમવસરણમાં આવનારાનાં પાપકર્મો = રાગદ્વેષ-મોહ મોટે ભાગે (અપસરણ કરી જતાં-) નાશ પામતા. (અને એ સૂચવવા માટે તે સમવસરણ) શ્રેષ્ઠ મણિ, સોના અને રૂપાનાં ત્રણ ગઢની પ્રભાથી ઝળહળતું હતું. (૪) આવા સમવસરણમાં બિરાજમાન શ્રીવર્ધમાન જિન સોનાવરણા-સોનેરી શરીરે શોભતા હતા. અને સમુદ્ર સમાન ગંભીર (ધ્વનિએ) દાન વગેરે ચાર
પ્રકારનાં પરમ સુંદર ધર્મનો ઉપદેશ આપતા હતા. જેમકે– ૫. દાન, શીલ, તપ અને ભાવ–આ ચાર (નું પાલન કરવાથી
આપણા જીવનમાં) ધર્મ સર્જાય છે–ઉત્પન્ન થાય–છે–પ્રગટ થાય
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org