________________
૨૧ હોય તે બદલ મિચ્છા મિ દુક્કડં માંગું છું.
પ્રાંત અંતરની એ જ શુભભાવના વ્યક્ત કરું છું કે આવા ઉત્તમ મહાપુરુષો થઈ ગયા, જેમણે ગૃહસ્થજીવનમાં ભાવધર્મની શુભધ્યાનધારામાં આરૂઢ બનીને સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરી કેવલજ્ઞાનને પામીને અંતરમાં જ્ઞાનના અજવાળાં પાથરી પરમૌચિત્યથી માતા-પિતાના સોપકમ આયુષ્યને લક્ષમાં લઈને માતા-પિતાની ઉત્તમભક્તિરૂપે કેવલી અવસ્થામાં ગૃહસ્થજીવનમાં રહીને માતા-પિતાના પ્રતિબોધ પામ્યાં પછી પોતે અંતે સંયમવેષને ગ્રહણ કરીને અષ્ટકર્મવિનિમુક્ત બનીને સ્વશુદ્ધસ્વરૂપમાં સાદિ-અનંતસ્થિતિએ વાસ કર્યો. એ રીતે આવા ઉત્તમમહાપુરુષોના ચરિત્રોમાંથી સારને ગ્રહણ કરીને લઘુકર્મી સૌ કોઈ ભવ્યાત્માઓ સર્વવિરતિધર્મ અંગીકાર કરીને ભાવની ધારામાં આરૂઢ થઈને શુક્લધ્યાન દ્વારા કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી અષ્ટકર્મવિનિર્મુક્ત બની નિજીશુદ્ધચેતનાનો આસ્વાદ કરનારા બનીએ એ જ શુભકામના...!!
शिवमस्तु सर्वजगतः એફ-૨ જેઠાભાઈ પાર્ક,
- સા. ચંદનબાલાશ્રી નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭ વૈશાખ સુદ-૧૦, વિ.સં. ૨૦૬૫, સોમવાર, તા. ૪-૫-૨૦૦૯.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org