________________
ભાવધર્મનું માહાભ્ય...!
"दाणाणमभयदाणं, नाणाण जहेव केवलं नाणं । झाणाण सुक्कझाणं, तह भावो सव्वधम्मेसु" ॥
[માપુરણ / સ્નો. ] જેમ દાનમાં અભયદાન, જ્ઞાનમાં કેવલજ્ઞાન, ધ્યાનમાં શુક્લધ્યાન શ્રેષ્ઠ છે; તેમ બધા ધર્મોમાં ભાવધર્મ શ્રેષ્ઠ છે.”
ભાવધર્મનાં પ્રભાવ પર પ્રકાશ પાથરતું ધર્મદેવ-કૂર્માપુત્રનું આ ચરિત્ર નાનું પણ અતિ ભાવગર્ભિત હોવાથી ભાવધર્મની વૃદ્ધિને કરનારું છે.
જેમ જીર્ણ થઈ ગયેલાં મંદિરોનો જીર્ણોદ્ધાર કરવો એ શ્રાવકજીવનનું પરમકર્તવ્ય છે, તેમ જીર્ણ થઈ ગયેલા ગ્રંથોનો જીર્ણોદ્ધાર કરવો એ સાધુભગવંતોનું અને શ્રાવકોનું પરમ કર્તવ્ય છે, પૂર્વના વિશિષ્ટ શ્રતધર આચાર્યભગવંતો આદિ મહાપુરુષો દ્વારા અનેક ગ્રંથોની રચના થઈ છે અને તે તે ગ્રંથો વિશિષ્ટ ક્ષયોપશમ ધરાવતાં મહાપુરુષો દ્વારા સંપાદિત થઈને પ્રકાશિત થયાં છે. એ જ રીતે આ કુષ્માપુરચરિઅમ્ ગ્રંથ પણ નવીનસંસ્કરણરૂપે પ્રકાશિત કરવામાં આવે છે. પૂર્વના પ્રકાશનો જીર્ણ થઈ ગયેલાં હોવાથી આ ગ્રંથના નવીનસંસ્કરણનું કાર્ય કરવા માટે મેં શ્રુતપાસિકા સાધ્વીચંદનબાલાશ્રીને પ્રેરણા કરી અને
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org