________________
ધારશીભાઈ પર શ્રીમદ્નો ઉપકાર
એક વાર શ્રીમદ્, ન્યાયાધીશ શ્રી ધારશીભાઈ સાથે મોરબીથી પોતાના મોસાળ રાજકોટ ગયા હતા. રસ્તામાં શ્રીમદ્ સાથેના વાર્તાલાપમાં તેમની બુદ્ધિથી આકર્ષાઈ પોતાની સાથે જ રાજકોટમાં રહેવા ઘા૨શીભાઈએ જણાવ્યું. ત્યારે શ્રીમદે કહ્યું : ના, હું મારા મોસાળમાં જ રહીશ.
મોસાળે પહોંચ્યા ત્યારે મામાએ પૂછ્યું : કોની સાથે આવ્યા ? શ્રીમદે કહ્યું ધારશીભાઈ સાથે.
પછી શ્રીમદ્ જ્યારે જમવા બેઠા ત્યારે રસોડા બહાર બન્ને મામાઓ માંહોમાંહે એવી વાતો કરવા લાગ્યા કે ઘારશીભાઈને ઠેકાણે કરી દેવા અર્થાત્ મારી નાખવા. આ વાત સાંભળી શ્રીમદ્ જલ્દીથી ધારશીભાઈના ઘરે આવી પહોંચ્યા.
શ્રી ધારશીભાઈના ઘરે શ્રીમદે પૂછ્યું : તમારે મારા મામાઓ સાથે કંઈ સંબંધ છે? ત્યારે કહ્યું : સગપણ સંબંધ નથી, પણ રાજ સંબંધી ખટપટ ત્યારે શ્રીમદે જણાવ્યું : તેમ છે તો તમારે સાવધાન લાગ ફાવે તો તમને ઠેકાણે કરી દેવાની વાત કરતા
.
૧૫
શ્રી ધારશીભાઈ કહે : તે તમે કેમ જાણ્યું? શ્રીમદ્ કહે : હું જમતો હતો ત્યારે બહાર એવી વાતો કરતા હતા. તે સાંભળી તમને ચેતાવવા માટે આવ્યો છું.
શ્રી ધારશીભાઈના મનમાં થયું કે અહો ! આ બાળ મહાત્મા કેવી ઉપકારબુદ્ધિ ધરાવે છે! ધન્ય મારા ભાગ્ય કે એમનો મને સંગ થયો !
“મહાત્મા થવું હોય તો ઉપકારબુદ્ધિ રાખો; સત્પુરુષના સમાગમમાં રહો.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૧૫૬)