Book Title: Shrimad Rajchandra Sachitra Jivan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 133
________________ શ્રીમદ્ અને ઈડરના મહારાજાની મુલાકાત સંવત્ ૧૯૫૫માં ઈડરના મરહૂમ મહારાજા સાહેબે શ્રીમદ્ભ એક - બે વખત મુલાકાત લીધેલ. તે વખતે મહારાજાએ શ્રીમદ્ પૂછ્યું કે લોકોમાં કહેવત છે કે “રાજેશ્રી તે નરકેશ્રી’ તેનો અર્થ શું? શ્રીમદે જવાબમાં કહ્યું કે રાજપદવી પ્રાપ્ત થવી તે પૂર્વના પુણ્ય અને તપોબળનું ફળ છે. પુણ્યના બે પ્રકાર છે. પુણ્યાનુબંઘી પુણ્ય અને પાપાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પુણ્યવાળા જીવો રાજપદવી પામી રાજસત્તાનો ઉપયોગ જીવોના હિત માટે કરી પુણ્ય ઉપાર્જિ ઉચ્ચગતિને સાથે છે. જ્યારે પાપાનુબંધી પુણ્યવાળા જીવો રાજસત્તાનો દૂરઉપયોગ કરી એશઆરામી બની, અઘમ કામો કરી, પ્રજા પર જુલ્મી કર નાખી પાપ કર્મો ઉપાર્જન કરે છે. તે જીવો નરકગતિને પામે છે. માટે “રાજેશ્રી તે નરકેશ્રી' એ કહેવત જગતમાં પ્રચલિત છે. “એઓ (સપુરુષો) પંચમકાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છે? ખરા ક્ષત્રિયો વિના ભૂમિ શોકગ્રસ્ત થશે,નિર્માલ્ય રાજવંશીઓ વેશ્યાના વિકાસમાં મોહ પામશે; ઘર્મ, કર્મ અને ખરી રાજનીતિ ભૂલી જશે; અન્યાયને જન્મ આપશે, જેમ લૂટાશે તેમ પ્રજાને લૂંટશે. પોતે પાપિષ્ઠ આચરણો સેવી પ્રજા આગળ તે પળાવતા જશે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૧૭) “પંચમકાળનું આવું સ્વરૂપ જાણીને વિવેકી પુરુષો તત્ત્વને ગ્રહણ કરશે; કાળાનુસાર ઘર્મતત્ત્વશ્રદ્ધા પામીને ઉચ્ચગતિ સાથી પરિણામે મોક્ષ સાઘશે. નિગ્રંથપ્રવચન, નિગ્રંથગુરુ ઈ. ઘર્મતત્ત્વ પામવાનાં સાઘનો છે. એની આરાઘનાથી કર્મની વિરાધના છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૧૮) ૧૨૪

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174