Book Title: Shrimad Rajchandra Sachitra Jivan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 170
________________ કર્તવ્યરૂપ શ્રી સત્સંગ પરમકૃપાળુદેવની દૃષ્ટિમાં સત્સંગનું પરમ માહાભ્ય “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજાં નિમિત્ત કોઈ જણાતું નથી. (પૃ.૪૨૩) જો કોઈ પણ પ્રકારે બને તો આ ત્રાસરૂપ સંસારમાં વઘતો વ્યવસાય ન કરવો; સત્સંગ કરવો યોગ્ય છે. (પૃ.૩૯૭), સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. (પૃ.૪૫૧), સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિસ્નેહ થવા દેવો યોગ્ય નથી. (પૃ.૪૭૦). જગતને બતાવવા જે કંઈ કરતો નથી તેને જ સત્સંગ ફળીભૂત થાય છે. સત્સંગ ને સન્મુરુષ વિના ત્રણે કાળને વિષે કલ્યાણ થાય જ નહીં. (પૃ.૬૯૬) જ્ઞાની પુરુષોએ સર્વ દુઃખ ક્ષય કરવાની ઇચ્છા છે જેને એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે, તે અત્યંત સત્ય છે. (પૃ.૪૮૪) આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે; સપુરુષોનો સમાગમ એ પણ સત્સંગ છે. (પૃ.૭૫) પ્રત્યક્ષ સત્સંગની તો બલિહારી છે; અને તે પુણ્યાનુબંધી પુણ્યનું ફળ છે; છતાં જ્યાં સુધી પરોક્ષ સત્સંગ જ્ઞાનીદ્રષ્ટાનુસાર મળ્યા કરશે ત્યાં સુધી પણ મારા ભાગ્યનો ઉદય જ છે. (પૃ.૧૯૦) વૈરાગ્ય ઉપશમનું બળ વધે તે પ્રકારનો સત્સંગ, સાસ્ત્રનો પરિચય કરવો એ જીવને પરમ હિતકારી છે. બીજો પરિચય જેમ બને તેમ નિવર્તન કરવા યોગ્ય છે. (પૃ.૪૧૪) અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાઘનને ગૌણ જાણી, નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે. કે જેથી સર્વ સાઘન સુલભ થાય છે, એવો અમારો આત્મસાક્ષાત્કાર છે. (પૃ.૪૬૯) સર્વ પરમાર્થના સાઘનમાં પરમ સાધન તે સત્સંગ છે, સપુરુષના ચરણ સમીપનો નિવાસ છે. બધા કાળમાં તેનું દુર્લભપણું છે; અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. (પૃ.૩૭૨) લૌકિક મેળામાં વૃત્તિને ચંચળ કરે એવા પ્રસંગ વિશેષ હોય. સાચો મેળો સત્સંગનો. એવા મેળામાં વૃત્તિની ચંચળતા ઓછી થાય, દૂર થાય. માટે સત્સંગમેળાને જ્ઞાનીઓએ વખાણ્યો છે. (પૃ.૬૭૧) સત્સંગ ને સત્યસાધન વિના કોઈ કાળે પણ કલ્યાણ થાય નહીં. જો પોતાની મેળે કલ્યાણ થતું હોય તો માટીમાંથી ઘડો થવો સંભવે. લાખ વર્ષ થાય તોપણ ઘડો થાય નહીં, તેમ કલ્યાણ થાય નહીં. (પૃ.૭૦૩) ક્ષણવારનો પણ પુરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે. (પૃ.૨૨૪) ટી નિશ્ચયની વાર્તા તો મમક્ષ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઇચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું, એ શ્રેયરૂપ છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. (પૃ.૩૩૨) પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે. (પૃ.૨૨૩) સત્સંગ, સપુરુષનો યોગ અનંત ગુણનો ભંડાર છે. (પૃ.૬૯૬) મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાઘન છે. પોતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે, તેવી યોગ્યતા ઘરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ કારણ એના જેવું કોઈ હિતસ્વી સાઘન આ જગતમાં અમે જોયું નથી અને સાંભળ્યું નથી. (પૃ.૨૮૭) ૧૬૧

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174