Book Title: Shrimad Rajchandra Sachitra Jivan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 171
________________ પરમકૃપાળદેવ પ્રબોધિત વીતરાગમાર્ગની પ્રભાવના અર્થે પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની કૃપાએ બનેલ અલૌકિક તીર્થધામ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ સંવત્ ૧૯૫૪માં પરમકૃપાળુદેવ કાવિઠા ગામે જવા માટે અગાસ સ્ટેશને ઉતરેલ. કાવિઠા ગામથી તેમને લઈ જવા માટે ડમણિયું (રથ) આવતાં વાર લાગી. તે દરમ્યાન પરમકૃપાળુદેવ આ આશ્રમની પુણ્યભૂમિ ઉપર પથારી પોતાના ચરણસ્પર્શથી આને પાવન કરેલ છે. પરમકૃપાળુદેવના ચરણકમળથી અંકિત આ તપોભૂમિ ઉપર પ.પૂ.પ્રભુશ્રીજીને યોગબળે સં. ૧૯૭૬માં તીર્થસ્થાનરૂપ આ આશ્રમની સ્થાપના થઈ તથા યોગાનુયોગે પ.પૂ.પ્રભુશ્રીજીના ચૌદ ચોમાસા પણ અહીં થઈ ગયા. જેથી હજારો મુમુક્ષુઓ પરમકૃપાળુદેવ દ્વારા ઉપદિષ્ટ મૂળ વીતરાગમાર્ગને પામી શક્યા. સભામંડપ શ્રી રાજમંદિર ||||||| ||||||| |||||| bri. |||II II ali આશ્રમનું માહાભ્ય પ.પૂ.પ્રભુશ્રીજીના શબ્દોમાં ઉપદેશામૃત'માંથી - આ આશ્રમ કેવું છે! અહીં તો માત્ર એક આત્માની વાત છે. પોતાના આત્માને ઓળખો. એને જ દેવ માનો. હું કહું તે મનાશે? આત્મા તે જ સિદ્ધ છે, તે જ દેવ છે, તેને જ પૂજવાનો છે. (પૃ.૪૩૨) આ જગા (આશ્રમ) કેવી છે, જાણો છો? દેવસ્થાનક છે! અહીં જેણે આવવું તેણે લૌકિકભાવ બહાર, દરવાજા બહાર મૂકીને આવવું, અહીં આત્માનું યોગબળ વર્તે છે; (પૃ.૨૬૯) આ (આશ્રમ) તીર્થક્ષેત્ર શાથી છે? અહીં આત્માની જ વાત થાય છે. સૌથી પ્રથમ જરૂર શાની છે? શ્રવણની. “સવણે નાણે વિજ્ઞાણે.” શ્રવણથી વિજ્ઞાનપણું થાય છે. સત્સંગથી બોઘ શ્રવણ થાય છે. સત્સંગમાં અલૌકિક ભાવ જોઈએ. લૌકિક ભાવ થઈ જાય ત્યાં અપૂર્વ હિત થાય નહીં. (પૃ.૩૪૬) આ આશ્રમમાં કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રની આણ વર્તે છે. તે મહાન અદ્ભુત જ્ઞાની છે. આ પુણ્યભૂમિનું માહાત્મ જુદું જ છે. અહીં રહેનારા જીવો પણ પુણ્યશાળી છે. પણ તે ઉપરથી દેખાય તેમ નથી, કારણ કે ઘન, પૈસો નથી કે લાખ બે લાખ દેખાય. અહીં તો આત્માના ભાવ છે. | મુખ્ય પ્રવેશદ્વાર આત્માના ભાવ તે જ ઊંચામાં ઊંચી દશા પમાડે તેમ છે. (પૃ.૪૩૩). ૧૬૨

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174