Book Title: Shrimad Rajchandra Sachitra Jivan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 173
________________ શ્રી રાજકોટના દર્શનીય સ્થાનો ‘‘ઇચ્છે છે જે જોગી જન’’ નામનું અંતિમ કાવ્ય સં. ૧૯૫૭ના ચૈત્ર સુદ ૯ના દિવસે રાજકોટમાં નર્મદા મેન્સન નામના મકાનમાં પરમકૃપાળુદેવે લખેલ. તે કાવ્યની નીચે અંતિમ ગાથા આ પ્રમાણે છે. તેમના જ હસ્તાક્ષરમાં : “સુખધામ અનંત સુસંત ચહિ, દિનરાત્ર રહે તથ્યાન મહિ; પરશાંતિ અનંત ક્ષુધામય જે, પ્રણમું પદ તે વરતે જયતે.’ આ મકાનમાં જ પરમકૃપાળુદેવનો સંવત્ ૧૯૫૭ના ચૈત્ર વદ ૫ના રોજ દિવસે ૨ વાગે દેહોત્સર્ગ થયો હતો. **** સુવિશાખાદ નિવાસી રોધી ઇચંદ્રજીના સુબ શ્રી જ્ઞાનાજી ધરાને આબકઘાવચે શ્રી રાજચંડ દેશની પાદુકાજીનીાપના કરી વિ.સં. ૧૯૯૬ માદા શુકલ પ્રોસી વર્તમાનમાં તે અગ્નિસંસ્કાર સ્થાને આ નવીન સમાધિમંદિર બનાવવામાં આવેલ છે, જે આત્માર્થી જીવોને તીર્થરૂપ છે. ૧૬૪ CL “પંચમજ્ઞાનને સમજી સાચું પંચત્વ પામ્યા સાર, કૃષ્ણપંચમી ચૈત્ર માસની સંવત્ સત્તાવન ઘાર. ઘન્ય છે આપતણો અવતાર, રાજજી આપ તણો અવતાર.’’ (બો.૩ પૃ.૩૦) રાજકોટમાં સ્મશાન ભૂમિની બાજુમાં આજી નદીને કિનારે જ્યાં પરમકૃપાળુદેવના પવિત્ર દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવેલો તે સ્થળે શ્રીમદ્ રાજચંદ્ર સમાધિમંદિર નિર્માણ થયું. તેમાં સં.૧૯૯૬ના મહાસુદી ૧૩ના રોજ આરસની દેરી બનાવી પરમ પુનિત પાદુકાજીની સ્થાપના કરવામાં આવી, પછી સં. ૨૦૦૭માં એક પવાસન બનાવી તેમાં પરમકૃપાળુદેવની ત્રણ છબીઓ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી (શ્રી ગોવર્ધનદાસજી)ના વરદ્ હસ્તે સ્થાપિત કરવામાં આવી હતી.

Loading...

Page Navigation
1 ... 171 172 173 174