Book Title: Shrimad Rajchandra Sachitra Jivan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 172
________________ તi Ill!! | ///////// /in///// તીર્થધામ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ વિષે જાણવા યોગ્ય વિગતો બોઘામૃત ભાગ-૩” માંથી - પરમકૃપાળુદેવનું અલૌકિક યોગબળ અહીં વર્તે છે. જેમનો દેહ આ આશ્રમમાં છૂટ્યો છે તે સર્વની દેવગતિ થઈ છે. પરમકૃપાળુદેવની શ્રદ્ધા વધે અને આત્મહિત થાય તેવું અલૌકિક આટલું સ્થળ બન્યું છે. મહાભાગ્યશાળી હશે તેનો દેહ અહીં છૂટશે. જો આજીવિકાની અડચણ ન હોય તો અહીં જ નૂતન સભામંડપ આયુષ્ય ગાળવા યોગ્ય છે. ઘર્મ, ઘર્મ અને ઘર્મના જ સંસ્કાર રાતદિવસ પડ્યા કરે એમ અહીં બધું વર્તન છે. (પત્રાંક ૬૭) આશ્રમમાં રહી જવા જેવું છે...બીજી જાત્રાઓ લોકો બતાવે તેમાં દોરવાઈ જવું નહીં. અને જ્યાં આપણને બોઘનો જોગ હોય, ચિત્ત શાંત થાય તે તીર્થ છે. (પત્રાંક ૧૭૮) પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ તો આ તપોવન જેવા આશ્રમ માટે તો એટલા સુધી કહેલું છે કે અહીં જેનો દેહ છૂટશે તેનું સમાધિમરણ થશે. (પત્રાંક ૩૬૭) જ્યાં અપરિણીત કન્યાઓ જિંદગી પર્યત બ્રહ્મચર્ય પાળી રહે છે, જ્યાં પરણેલાં પણ સંતાન વિનાનાં સ્ત્રી પુરુષો બ્રહ્મચર્ય પ્રત્યેની પ્રીતિથી સુખપૂર્વક જીવન ગાળે છે, એવા આ આશ્રમના વાતાવરણમાં કુટુંબ સહિત વેકેશનના વખતમાં રહેવાનું બને તો તમે જે ન કહી શકો કે ન કરાવી શકો તે સહજ તેમના હૃદયમાં ઊગી નીકળે. (પત્રાંક ૪૧૮) ૫.પૂ.પ્રભુશ્રીજીએ જ્યાં ચૌદ ચોમાસા કર્યો છે, એવા રાજગૃહી તીર્થ સમાન અગાસ આશ્રમમાં આપનો આવવાનો વિચાર છે, તે જાણીને આનંદ થયો છે. (પત્રાંક ૭૩૬) મારા આત્માની સંભાળ રાતદિવસ લેવાનું બને તેવું સ્થળ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ છે ત્યાં સદાય રહેવાય તેવું ક્યારે બનશે? તેવી સવારમાં ઊઠીને રોજ ભાવના કરવી અને અમુક મુદતે તે બને તેવું છે એમ લાગે તો તે દિવસ ગણતા રહેવું. જેમ વહેલું બને તેવી ગોઠવણ કરતા રહેવું ઘટે છેજી. પરમકૃપાળુદેવે ઝૂરણા કરી છે. “તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત્ તેવા સંતો ક્યાં છે, કે જ્યાં જઈને એ (રાગદ્વેષ રહિત) દશામાં બેસી તેનું પોષણ પામીએ?” આપણે માટે તો પ.પૂ.પ્રભુશ્રીજીએ એવું સ્થાન બનાવી સમાધિમરણનું થાણું થાપ્યું છે. હવે જેટલી ઢીલ કરીએ તેટલી આપણી ખામી છે. તેઓશ્રી કહેતા કે “તારી વારે વાર, થઈ જા તૈયાર.” (પત્રાંક ૧૦૦૧) જેવું ક્ષેત્ર તેવા ભાવ પણ થાય છે. શ્રવણ વિષે વાત છે. શ્રવણ પોતાના અંઘ માતાપિતાને લઈને પાણીપતના મેદાનમાંથી પસાર થતા હતા ત્યારે વિપરીત ભાવો આવ્યા. મનમાં વિચાર કર્યો કે આવા ભાવો શા કારણે આવ્યા હશે? તેનો વિચાર કરતાં જણાયું કે યુદ્ધનું મેદાન હોવાથી તેવા ભાવો આવ્યા. તેમ સપુરુષો જ્યાં વિચરેલા હોય ત્યાં ઘણા લાંબા કાળ સુધી વાતાવરણ જીવને પવિત્ર કરે તેવું હોય છે. (બો.૧ પૃ.૧૫) પ.પૂ.પ્રભુશ્રીજીનું સમાધિસ્થાન પૂ.શ્રી બ્રહ્મચારીજીનું સમાધિસ્થાન ૧૬૩

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174