________________
પ્રત્યક્ષ સન્દુરુષના માહારા વિષે “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાંથી :
પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનો દોષ જાય નહીં; એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દુરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે.” (પૃ.૩૮૨)
પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે; તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શકતું નથી; કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષ જોગે વગર સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પરુષ છે. (પૃ.૨૮૭).
મૂર્તિમાન મોક્ષસ્વરૂપ સપુરુષ મળવા દુર્લભ સપુરુષનો યોગ તથા સત્સમાગમ મળવો બહુ કઠણ છે, એમાં સંશય નથી. ગ્રીષ્મ ઋતુના તાપથી તપાયમાન થયેલા પ્રાણીને શીતળ વૃક્ષની છાયાની પેઠે મુમુક્ષુ જીવને સત્પરુષનો યોગ તથા સત્સમાગમ ઉપકારી છે. સર્વ શાસ્ત્રોમાં તેવો યોગ મળવો દુર્લભ કહ્યો છે. (પૃ.૬૧૩) વીતરાગપુરુષના અભાવ જેવો વર્તમાન કાળ વર્તે છે. (પૃ.૮૧૮)
મૂર્તિમાન મોક્ષસ્વરૂપ સત્પરુષ ઓળખવા દુર્લભ જેમ ભગવાન વર્તમાન હોત, અને તમને બતાવત તો માનત નહીં; તેમ વર્તમાનમાં જ્ઞાની હોય તો મનાય નહીં. સ્વઘામ પહોંચ્યા પછી કહે કે એવા જ્ઞાની થવા નથી. પછવાડેથી જીવો તેની પ્રતિમાને પૂજે, પણ વર્તમાનમાં પ્રતીત ન કરે. જીવને જ્ઞાનીનું ઓળખાણ પ્રત્યક્ષમાં, વર્તમાનમાં થતું નથી. (પૃ.૭૨૨)
પ્રત્યક્ષ જ્ઞાની એટલે કોણ? “ઉપદેશામૃતમાંથી - મુમુક્ષુ–પ્રત્યક્ષ એટલે?
પ્રભુશ્રી–આટલું સ્પષ્ટ છતાં ન સમજાય તો આ કાળનું એક વધારાનું અચ્છેરું ગણાવું જોઈએ. પ્રત્યક્ષ એટલે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે. શાસ્ત્રમાંથી મળેલું જ્ઞાન અને પ્રત્યક્ષ જ્ઞાની દ્વારા મળેલા ઘર્મમાં મોટો ભેદ છે. શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ જ્ઞાનીના હૃદયમાં રહ્યો છે. (પૃ.૨૭૬)
પ્રત્યક્ષ અને પરોક્ષ કોને કહેવા? બોઘામૃત ભાગ-૧માંથી - મુમુક્ષુ–પ્રત્યક્ષ અને પરોક્ષ કોને કહેવા?
પૂજ્યશ્રી–જે સત્પરુષ હાજર છે તે પ્રત્યક્ષ યોગ છે અને સલ્ફાસ્ત્રાદિ છે તે પરોક્ષ છે. જો પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ હોય તો પોતાના દોષ સદ્ગુરુના બોઘથી દેખાય, સદ્ગુરુ પણ તેને કહે કે તારામાં આ દોષ છે, એટલે તે દોષ નીકળે. જે શાસ્ત્રાદિ પરોક્ષ યોગ છે તેમાં તો શંકા કરવી હોય તો થાય, જેમ પોતાને માનવું હોય તેમ માને. (પૃ.૪૫)
હવે પુરુષ કોને માનવા? બોઘામૃત ભાગ-૧માંથી - મુમુક્ષુ–કૃપાળુદેવે ઠેકાણે ઠેકાણે લખ્યું છે કે પ્રત્યક્ષ સત્પરુષ હોય તો જ કલ્યાણ થાય. હવે પરમકૃપાળુદેવ તો પરોક્ષ છે, તો કોને પ્રત્યક્ષ સત્પરુષ માનવા?
પૂજ્યશ્રી–પ્રત્યક્ષ સત્પષના વચનો છે, તે પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય જાણી વિચારવાં તથા આરાઘવાં તો સમતિ થાય એવું છે. મુમુક્ષ-સમાધિસોપાન'માં આવે છે કે પ્રતિમાને વંદન કરવું, પૂજા કરવી વગેરે પ્રત્યક્ષ વિનય છે, તો તે પ્રત્યક્ષ વિનય
૧૪૬