Book Title: Shrimad Rajchandra Sachitra Jivan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 162
________________ અસદ્ગુરુને વળગવાથી અનાદિકાળનું ભવભ્રમણ “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાંથી - જીવ ખોટા સંગથી, અને અસગુરુથી અનાદિકાળથી રખડ્યો છે; માટે સાચા પુરુષને ઓળખવા. (વ.પૃ.૭૨૭) કુગુરુ અને અજ્ઞાની પાંખડીઓનો આ કાળમાં પાર નથી. (વ.પૂ.૭૦૦) અસદ્ગુરુ કે જે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનના સાઘનને જાણતા નથી. (વ.પૃ.૫૨૯) જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોક લજ્જાદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. (વ.પૃ.૨૬૨) ઉપદેશામૃત'માંથી : ગુરુને નામે જીવ ઠગાયો છે. જેના પર પ્રેમ ઢોળવો છે ત્યાં ઢોળાતો નથી અને સત્સંગમાં સમાગમમાં જ્યાં દ્રષ્ટિ પડી ત્યાં પ્રેમ ઢોળી નાખે છે. તેથી અશાતના લાગે છે અને જીવ ગાંડાધેલા પણ થઈ જાય છે. (પૃ.૬૯) બોઘામૃત ભાગ-૧'માંથી - કુગુરુઓએ મનુષ્યપણું લૂંટી લીધું છે. પોતે મોહમાં પડ્યા છે, અને બીજાને પાડે છે. (પૃ.૧૨૦) પોતાની કલ્પનાએ-સ્વચ્છેદે વર્તવાથી પણ સંસાર પરિભ્રમણ “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી - કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવનમૂર્તિ પ્રાપ્ત થયે જ સત્ પ્રાપ્ત થાય છે, સત્ સમજાય છે, સત્નો માર્ગ મળે છે, સત્ પર લક્ષ આવે છે. સજીવનમૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંઘન છે; આ અમારું હૃદય છે. (પૃ:૨૬૧) જે પુરુષ સદ્ગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે. (પૃ.૮૦૩) જીવ પોતાની કલ્પનાથી કહ્યું કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં, જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે; માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. (પૃ.૩૮૨) બીજાં સાઘન બહુ કર્યા, કરી કલ્પના આપ; અથવા અસદ્ગ થકી, ઊલટો વધ્યો ઉતાપ. (પૃ.૨૩૧) ૧૫૩

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174