Book Title: Shrimad Rajchandra Sachitra Jivan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 161
________________ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય એ ગુણો મુમુક્ષુના ઘટમાં સદાય સુજાગ્ય એટલે જાગ્રત હોય, અર્થાત્ એ ગુણો વિના મુમુક્ષુપણું પણ ન હોય. (પૃ.૫૫૭) કળિયુગમાં અપાર કષ્ટ કરીને સત્પરુષનું ઓળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાનો મોહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડ્યું અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે, અને આ કળિયુગ છે; તેમાં જે નથી મુઝાતા તેને નમસ્કાર. (પૃ.૨૯૯) જીવે સૌથી પ્રથમ કરવા યોગ્ય શું? “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાંથી - જીવે ઘર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાસ અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાઘવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પરુષથી જ આત્મા કે આત્મઘર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાઘવા જોગ છે. (પૃ.૩૫૧) બોઘામૃત ભાગ-૨,૩”માંથી - તરવું હોય તો પ્રથમ શું જાણવું? તારનારને ઓળખવો જોઈએ. કુસંગ હોય તેને ત્યાગવો જોઈએ. બુડાડનારને ત્યાગવો જોઈએ. “જેની પાસેથી ઘર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી.” (૪૬૬) સદ્ગુરુમાં ભૂલ ન થવી જોઈએ. એમાં ભૂલ થઈ તો બઘામાં ભૂલ થાય, બઘો સરવાળો ખોટો આવે. (બો.૨ પૃ.૫૭) આ કાળમાં જીવે કરવા યોગ્ય શું છે? (૧) પોતે સદ્ગુરુનું શરણ લેવું, (૨) ક્રોધાદિ કષાયોને શમાવવા, (૩) મોક્ષ સિવાય બીજી ઇચ્છા ન રાખવી, (૪) વૈરાગ્ય રાખવો, (૫) કષાય ઉદય આવે ત્યારે અભાવ લાવવો, પણ વઘારવા નહીં, (૬) શાસ્ત્ર સમજવા સત્સંગનો આધાર લેવો. મુખ્ય માર્ગ તો આ છે કે જે માર્ગથી અજ્ઞાન જાય, કષાય ઘટે એ માર્ગ આરાઘવાનો છે. સમ્યગ્દર્શન વગર બધું ઊંધું થાય છે. (બો.૨ પૃ.૧૦૯) પરમકૃપાળુદેવ પ્રત્યે શ્રદ્ધા દૃઢ થાય તે બઘાં સત્સાઘનનો પ્રથમ પાયો ગણવા યોગ્ય છેજી. વખત મળતો હોય ને જિજ્ઞાસા હોય તો “જીવનકળા’ના વાંચનથી કે સાંભળવાથી પુરુષ પ્રત્યે પ્રેમની વૃદ્ધિ થાય તેવું છે. બો.૩ પૃ.૨૮૮). પ્રથમ કાર્ય મનુષ્યભવમાં કરવા યોગ્ય એ છે કે “સત્ વસ્તુની જિજ્ઞાસાની વૃદ્ધિ કરવી અને તે પ્રાપ્ત કરાવે તેવા સપુરુષને શોથી તેનાં વચનમાં વિશ્વાસ રાખવો યોગ્ય છે. ભગવાને શ્રદ્ધાને પરમ દુર્લભ કહી છે. જેને એ શ્રદ્ધા આવી તેને પછી મોક્ષ દૂર નથી. પણ તે પ્રાપ્ત થવા માટે સક્ષુરુષના બોઘની જરૂર છે, અને જીવને તે બોઘ ગ્રહણ કરી તેને વિચારી પ્રતીત કરવા જેટલી યોગ્યતાની પણ જરૂર છે. તેથી હાલ યોગ્યતા વધે તેવા પુરુષાર્થમાં રહેવું ઘટે છે. (૧) સર્વ પ્રાણી પ્રત્યે નિર્વેરબુદ્ધિ તે મૈત્રીભાવના, (૨) જેનામાં સદગુણ હોય તે દેખીને પ્રમોદ-ઉલ્લાસ થવો તે પ્રમોદભાવના, (૩) દુઃખી પ્રાણીઓ પ્રત્યે દયાભાવ તે કરુણાભાવના અને (૪) અનિષ્ટ વર્તનવાળા પ્રત્યે પણ દ્વેષભાવ ન રાખતાં મધ્યસ્થ રહેવું તે મધ્યસ્થ કે ઉદાસીન ભાવના છે. તેને ઉપેક્ષાભાવના પણ કહે છે. આ ચાર ભાવનાઓ રોજ ભાવવાથી યોગ્યતા પ્રાપ્ત થાય છે, એમ પરમકૃપાળુદેવે જણાવેલું છે. (બો.૩ પૃ.૫૫). ૧૫૨

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174