Book Title: Shrimad Rajchandra Sachitra Jivan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 156
________________ કેવી રીતે? પૂજ્યશ્રી–ભાવ પ્રત્યક્ષના કરવાના છે. ભગવાન તીર્થકર જ્યારે વિચરતા હતા, ત્યારે આ જીવ ક્યાંય એકેન્દ્રિયાદિમાં ભટકતો હશે અને હવે મનુષ્યભવ મળ્યો છે, પણ તેવો યોગ નથી. તે માટે ભગવાનના મંદિરમાં જઈને ભાવના કરવી કે સાક્ષાત ભગવાન વિરાજ્યા છે. આ મંદિર છે તે સમવસરણ છે, એમ જાણીને ભક્તિ કરવી. કષાય ઘટાડવાના છે. (બો.૧ પૃ.૧૦૫). જેણે આત્મા યથાર્થ જામ્યો તે પ્રત્યક્ષ જ્ઞાની મુમુક્ષ-“પ્રત્યક્ષ સદગુરુ અને પરોક્ષ સદગુરુ બાબતમાં સંકલ્પ વિકલ્પ થાય છે.” પૂજ્યશ્રી–“એવા કોઈ સંકલ્પ વિકલ્પ કરવા નહીં. જેણે આત્મા યથાર્થ જામ્યો છે એવા પરમકૃપાળુદેવ તે પ્રત્યક્ષ જ છે. તેમના શરણે જ રહેવું. કોઈ બીજા વિકલ્પમાં પડવું નહીં. પૂનાની પ્રતિજ્ઞા યાદ છે? ત્યાં પ્રભુશ્રીજીએ બઘાને પ્રતિજ્ઞા કરાવી હતી કે “સંતના કહેવાથી મારે કપાળુદેવની આજ્ઞા માન્ય છે.” સંતની આજ્ઞાએ મને એક કપાળુદેવ જ માન્ય છે, બીજો કોઈ નહીં. આપણે પ્રત્યક્ષની ક્યાં શોઘ કરવાની છે? પ્રભુશ્રીજીએ બહુ શોઘ કરી કૃપાળુદેવને આખરે શોધી કાઢ્યા અને તે જ આપણને માન્ય કરવા કહ્યું માટે બીજા કોઈ સંકલ્પ વિકલ્પ કરવા નહીં. એક પરમકૃપાળુએ જેવો આત્મા જાણ્યો છે તેવો જ મારે માન્ય છે. તે જ મારે જોવો છે. અને તેમની આજ્ઞા અને વચનોનું યથાર્થ પાલન કરવું છે. આપણે પરમકૃપાળુદેવ પ્રત્યક્ષ જ છે, એમ નિશ્ચય રાખવો, કારણ કે જો પ્રત્યક્ષ હોત તો તેમના વચનોનું જ પાલન કરવાનું હતું. બીજાં શું? માટે તેમના જે વચનો મળ્યા છે તેનો લક્ષ રાખી પ્રવર્તન કરવું. અને તે પુરુષે કહેલા વચનો કોઈ બીજો કહેતો હોય તો સાંભળવા, માન્ય કરવા યોગ્ય છે. પણ બીજા કોઈ વિકલ્પ કરવા નહીં. બઘા સંકલ્પ વિકલ્પો મૂકી દઈ એક પરમકૃપાળુ સરુને શરણે જ વર્તવા યોગ્ય છે. સર્વ પ્રકારે પરમકૃપાળુદેવ ઉપર અર્પણબુદ્ધિ કરવી. પ્રત્યક્ષ પરોક્ષના કોઈપણ વિકલ્પો કરવા નહીં. એક પરમકૃપાળુદેવના જ આશ્રયે તેમની આજ્ઞા પાલન કરવાની છે.” (પૂ.શ્રી બ્રહ્મચારીજી જન્મ શતાબ્દી સ્મારક ગ્રંથ-પૃ.૨૩) પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા કોને કહેવી ? પ્રશ્ન-“મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાઘવી જોઈએ.” (૨૦૦૮) પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા કોને કહેવી? અને અમારે વિષે તે શી રીતે સંભવે? ઉત્તર–જેણે આત્મસ્વરૂપ પ્રગટ કરી અનુભવ્યું છે તે પ્રત્યક્ષ જ્ઞાની છે. પરમકૃપાળુદેવે પ્રગટ આત્મસ્વરૂપ અનુભવ્યું છે, આત્મસ્વરૂપ થયા છે, પોતે દેહધારી છે કે કેમ તે તેમને માંડ માંડ વિચાર કરે ત્યારે યાદ આવતું; તેવા પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા પ.પૂ.પ્રભુશ્રીજીને પ્રાપ્ત થઈ; તેમણે પોતાને જે આજ્ઞાથી લાભ થયો તે આ કાળમાં અન્ય યોગ્ય જીવોને પ્રાપ્ત થાય તે અર્થે તેમની પાસે આવ્યા તેમને તે પ્રત્યક્ષ પુરુષની) આજ્ઞા જણાવી અને પોતે ન હોય ત્યારે યોગ્ય જીવોને જણાવવા અંત વખતે મને આજ્ઞા કરી. તે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા તમને પ્રાપ્ત થઈ છે, તો શ્રદ્ધાપૂર્વક આરાઘવા, અપ્રમત્તપણે આરાઘવા ભલામણ છેજી. (બો.૩ પૃ.૭૭૭) સપુરુષના વચનો પ્રત્યક્ષ ભગવાન તુલ્ય. બોઘામૃત ભાગ-૧માંથી = ભગવાન પ્રત્યક્ષ ન હોય તો તેમના વચનો પ્રત્યક્ષ ભગવાન જ છે, એમ વિચારી સ્વાધ્યાય કરવો. (પૃ.૨૯૫) ૧૪૭

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174