Book Title: Shrimad Rajchandra Sachitra Jivan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 151
________________ આત્મદાન આપનાર સદ્ગનો વિયોગ અસહ્ય “શ્રીમન્ના દેહાંતના સમાચાર કાવિઠા આવ્યા તે વખતે શ્રી લલ્લુજી મહારાજ વગેરે કાવિઠામાં હતા. આગલે દિવસે તેમને ઉપવાસ હતો અને એકાંત જંગલમાં તેમને રહેવાનો અભ્યાસ હતો. તે પારણા વખતે ગામમાં આવ્યા. ત્યારે મુમુક્ષુઓ અંદર અંદર વાતો કરતા હતા તે વિષે તેમણે તપાસ કરતાં શ્રીમદના દેહાંતના સમાચાર મળ્યા કે તરત પાછા જંગલમાં તે ચાલી નીકળ્યા અને આહારપાણી કંઈ પણ વાપર્યા વિના એકાંત જંગલમાં જ તે વિયોગની વેળા વિતાવી. તેમને ઘણો જ આઘાત લાગ્યો હતો. જેને આત્મદાનનો લાભ મળ્યો છે તેને તે ઉપકાર સમજાયાથી સદ્ગુરુનો વિયોગ અસહ્ય થઈ પડે છે.” (જી.પૃ.૨૬૯,૨૭૦) “અતિશય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત્ તેની પ્રાપ્તિ હોય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૮૪) ૧૪૨

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174