Book Title: Shrimad Rajchandra Sachitra Jivan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 131
________________ શ્રીમદ્ભુની અદ્ભુત આત્મદશા એવું પોતે પોતાની નગ્નભાવી, અલિંગી, નિઃસંગ દશા વર્ણવતા હતા.’’ (જી.પૃ.૨૩૧) શ્રી દેવકરણજી મહારાજ જણાવે છે : ખેડામાં પરમકૃપાળુદેવ બંગલાના ત્રીજા માળે બિરાજ્યા હતા અને સ્વયં પોતાની અદ્ ભુત દશા વર્ણવતા હતા. તે જોઈ એક ભીંતના પડદે રહી હું તે સાંભળતો હતો. તે નીચે પ્રમાણે ઉચ્ચારણ કરતા હતા. “અડતાલીસની સાલમાં (સં.૧૯૪૮) રાળજ બિરાજ્યા હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા. હાલ સાલમાં વસો ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અદ્ભુત યોગીંદ્ર પરમ સમાધિમાં રહેતા હતા. અને આ વનક્ષેત્રે વર્તતા પરમાત્મા પણ અદ્ભુત યોગીંદ્ર પરમ શાંત બિરાજે છે. ૧૨૨ “જ્ઞાનીપુરુષોને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે, એમ સર્વજ્ઞે કહ્યું છે તે સત્ય છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૯૯) મુખમુદ્રાનું પાંચ કલાક અવલોકન “ખેડાના તે જ બંગલામાં એક દિવસે ચારે મુનિઓ શ્રીમદ્ પાસે ગયા ત્યારે શ્રીમદે કહ્યું : “આજે અમારે તમારી સાથે બોલવું નથી.’ પરંતુ મુનિઓ અગિયાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી શ્રીમદ્ની મુદ્રા પર દૃષ્ટિ રાખી બેસી રહ્યા. છેવટે શ્રીમદ્ બોલ્યા : “આજે અમારે બોલવું નહોતું, પણ કહીએ છીએ કે તમે શું કરો છો ?’’ મુનિઓએ કહ્યું : અમે આપની મુખમુદ્રાને જોયા કરીએ છીએ.’” શ્રીમદે કહ્યું : “આજે અંતરમાં ઊંડુ બી વાવીએ છીએ. પછી તમારો જેવો ક્ષયોપશમ હશે તે પ્રમાણે લાભ થશે.” એમ કહી અદ્ભુત બોધદાન દીધું. .. પછી શ્રીમદે કહ્યું : ‘આ બોધને તમે બધા નિવૃત્તિક્ષેત્રે એકઠા થઈને બહુ વિચારશો તો ઘણો લાભ થશે.’ (જી.પૃ.૨૩૨) “સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૫૦) “સત્પુરુષો કહેતા નથી, કરતા નથી, છતાં તેની સત્પુરુષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે.’” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૫૯) “ઘણું કરીને પ્રયોજન વિના બોલવું જ નહીં તેનું નામ મુનિપણું...સાડાબાર વર્ષ લગભગ મૌનપણું ઘારણ કરનાર ભગવાન વીરપ્રભુએ આવા ઉત્કૃષ્ટ વિચારે કરી આત્મામાંથી ફેરવી ફેરવીને મોહનીયકર્મનો સંબંધ કાઢી નાંખી કેવળજ્ઞાનદર્શન પ્રગટ કર્યું હતું.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૭૬)

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174