Book Title: Shrimad Rajchandra Sachitra Jivan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 137
________________ સાપ અથવા વાઘનો મેળાપ થાય તો ડરો કે કેમ? શ્રી રણછોડભાઈ ઘારશીભાઈ જણાવે છે : ઘર્મપુરમાં ડાઘુઓ માટેના બનાવેલ આશ્રય સ્થાને કૃપાળુદેવ સાથે વખતોવખત જવાનું બનતું અને રાત્રે મોડેથી ઘેર આવતા. ત્યાંથી કોઈ કોઈ વખતે કૃપાળુદેવ એકલા થોડે દૂર ધ્યાનાર્થે ઝાડીમાં જતા અને આવીને એકવાર એવો સવાલ કર્યો કે સર્પ અથવા વાઘનો મેળાપ થાય તો ડરો કે કેમ? જવાબમાં મેં કહ્યુંઃ આપની સમીપે ડરીએ તો નહીં પણ પ્રત્યક્ષ તેવી કાંઈ પરીક્ષા થયા વિના શું કહી શકાય.” “એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો; અડોલ આસન, ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો.” અપૂર્વ ૧૧ શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૫૬૫) “સં. ૧૯૫૬માં ઘર્મપુરના જંગલોમાં પણ શ્રીમદ્ થોડો કાળ રહ્યા હતા.” (જી.પૃ.૨૫૧) “સર્પ કરડે ને ભય ન થાય ત્યારે સમજવું કે, આત્મજ્ઞાન પ્રગટ્યું છે. આત્મા અજર, અમર છે. “હું મરવાનો નથી; તો મરણનો ભય શો? જેને દેહની મૂછ ગઈ તેને આત્મજ્ઞાન થયું કહેવાય.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૂ.૭૧૫) પરમકૃપાળુદેવના યોગબળે દેવી રક્ષણ શ્રી રણછોડભાઈ ઘારશીભાઈ જણાવે છે : કૃપાળુદેવની કારુણ્યવૃત્તિનો એક દાખલો નોંઘપાત્ર છે. તેઓ જ્યારે ઘરમપુરના પહાડી પ્રદેશમાં અમારી સાથે રહ્યા હતા તે અરસામાં અમારા રાજકર્તાના મુલકમાં પોલીટીકલ એજન્ટ સાહેબનો મુકામ થયો. તે સાહેબના સન્માન અર્થે શિકારની ગોઠવણ કરવામાં આવી. પણ જાનવરોના સુભાગ્યે જ્યાં કૃપાળુદેવના યોગબળે દયાનો અત્યંત નિર્મળ ઝરો વહેતો હોય ત્યાં દૈવી રક્ષણ મળ્યા વિના કેમ રહે? જ્યાં સુધી પરમકૃપાળુદેવની સ્થિરતા એ મુલકમાં રહી ત્યાં સુધી શિકાર મળી શક્યો નહીં. પરમકૃપાળુદેવ ગયા પછી શિકાર મળ્યાના સમાચાર સાંભળ્યા હતા.” “એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુને હણવામાં પણ મહાપાપ છે. જેવો મને મારો આત્મા પ્રિય છે તેવો તેને પણ તેનો આત્મા પ્રિય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૮) ૧૨૮

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174