________________
સમાધાન થાય તો જ આહાર લઈશ
શ્રી મણિલાલ રાયચંદ ગાંધી જણાવે છે : હડમતિયામાં સાહેબજીના કહેવાથી હું તેમની સાથે ચાલ્યો. ખડકી પાસે શ્રી કેશવલાલે દૂધનો પ્યાલો ઘરી પીવા વિનંતિ કરી. ત્યારે સાહેબજીએ કહ્યું : દૂધ પીવાનો વખત નથી, જમવાનો સમય થવા આવ્યો છે, અને આ મણિલાલે બોટાદથી ૨વાના થતાં દૃઢ સંકલ્પ કર્યો છે કે “મારા મનનો ખુલાસો મારા વગર કહ્યુ કરી આપે તો જ અનાજ ખપે. તો એ જમવા બેસે નહીં ત્યાં સુધી આપણાથી કેવી રીતે બેસી શકાય ? માટે એના મનનો ખુલાસો કરવો યોગ્ય છે.’’
પછી આશરે એક માઈલ દૂર જઈને મને પૂછ્યું ઃ તારા ઘરની મેડી
ઉપર એકલો બેસી શા માટે રડ્યો ? મેં કહ્યું : સાહેબજી, આપ નજીક પધાર્યા છતાં પ્રથમ વડીલોની ના આવવાથી મને દર્શનનો લાભ ન થાય તો મારા જેવો નિર્ભાગી કોણ ? એવા વિચારથી મને રડવું આવી ગયું; વગેરે ખુલાસાઓ કર્યા હતા.
“માહાત્મ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે ‘શ્રદ્ધા-આસ્થા.’” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૨૬)
www
ધારેલી મુરાદ પાર પડી
એક ઓરડામાં સાહેબજી, શ્રી સોભાગભાઈ અને શ્રી ડુંગરશીભાઈ વગેરે જમવા બેઠા. જગ્યા નહીં હોવાથી હું બેઠો નહીં. પણ મનમાં થાય કે સાહેબજી સાથે બેસીને જમવાનું થાય તો બહુ આનંદ આવે. તેટલામાં સાહેબજીએ કહ્યું : મણિલાલને બેસવા માટે જગ્યા કરો. હું બેઠો કે ફરી મનમાં કલ્પના થઈ કે સાહેબજી આગ્રહ કરીને એક રોટલી લેવાનું કહે તો બહુ આનંદ થાય. એટલામાં સાહેબજીએ એક ભાઈને હુકમ કર્યો કે એક રોટલી લાવો અને મણિલાલને પીરસો. સાથે ઘી સાકર ખૂબ આપો. એ પ્રમાણે ધારેલી મુરાદ પાર પડી.
“ભક્તને આવ્યો પ્રેમ તો મારે શો નેમ.” (ઉ.પૃ.૨૦૭)
૮૨