Book Title: Shrimad Rajchandra Sachitra Jivan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 121
________________ આત્મહિતના સાઘન અથવા આજ્ઞાભક્તિનું માહાભ્યા શ્રી લલ્લુજી સ્વામી (પ્રભુશ્રીજીને) શ્રીમદે જણાવ્યું : “જે કોઈ મુમુક્ષભાઈઓ તેમજ બહેનો તમારી પાસે આત્માર્થ સાઘન માગે તેને આ પ્રમાણે આત્મહિતના સાધન બતાવવાં : (૧) સાત વ્યસનના ત્યાગનો નિયમ કરાવવો. (૨) લીલોતરીનો ત્યાગ કરાવવો. (૩) કંદમૂળનો ત્યાગ કરાવવો. (૪) અભક્ષ્ય પદાર્થોનો ત્યાગ કરાવવો. (૫) રાત્રિભોજનનો ત્યાગ કરાવવો. (૬) પાંચ માળા ફેરવવાનો નિયમ કરાવવો. (૭) સ્મરણ બતાવવું. (૮) ક્ષમાપનાનો પાઠ અને વીસ દોહરાનું પઠનમનન નિત્ય કરવા જણાવવું. (૯) સત્સમાગમ અને સાસ્ત્રનું સેવન કરવા જણાવવું. (જી.પૃ.૨૨૪) “વીશ દોહરા કે જેમાં પ્રથમ વાક્ય "હે પ્રભુ! હે પ્રભુ!શું કહ્યું?દીનાનાથ દયાળ' છે, તે દોહરા તમને સ્મરણમાં હશે, તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. બીજા આઠ ત્રોટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૩૪) “સહજાત્મસ્વરૂપ” એ મહા ચમત્કારિક મંત્ર છે. સંભારતાં, યાદ કરતાં, બોલતાં, વૃત્તિ તેમાં વાળતાં કોટિ કર્મ ખપે છે, શુભ ભાવ થાય છે, શુભ ગતિ અને મોક્ષનું કારણ થાય છે. મરણ સમયે ચિત્તવૃત્તિ મંત્રસ્મરણમાં કે તે સાંભળવામાં જોડાય તો ગતિ સારી થઈ જાય. અને જન્મમરણથી મુક્ત થવાનું તે સમર્થ કારણ થાય છે.” (ઉ.પૃ.૩૫૧) “ભક્તિના “વીસ દુહા” “યમનિયમ” “બહુ પુણ્ય કેરા પુંજથી” “ક્ષમાપનાનો પાઠ,” વગેરે રોજ ભક્તિ કરવામાં આવે તેથી કોટિ કર્મ ખપી થશે. સારી ગતિ થશે. એકલો આવ્યો છે, એકલો જશે. ભક્તિ કરી હશે તે ઘર્મ સાથે જશે. આત્માને સુખ પમાડવું હોય તો પૈસો ટકો કાંઈ સાથે આવશે નહીં. એક ભજનભક્તિ કરી હશે તે સાથે આવશે. ઘણા ભવ છૂટી જશે. માટે આ કર્તવ્ય છે. તેથી મનુષ્યભવ સફળ થશે.” (ઉ.પૃ.૩૮૦) સર્વ શાસ્ત્રનો સાર, તત્ત્વોનો સાર શોધીને કહી દીઘો છે. બહુ દુર્લભ, આ કાળમાં કામ કાઢી નાખે તેવું કૃપાળુદેવે આપ્યું છે. વિશ્વાસ હોય તો કહું. “વીસ દુહા” ભક્તિના છે તે મંત્ર સમાન છે. સો વખત, હજાર વખત બોલાય તો પણ ઓછું છે. લાભના ઢગલા છે. ક્ષમાપનાનો પાઠ”, “છ પદ'નો પત્ર, યમનિયમ” “આત્મસિદ્ધિ' આટલાં સાઘન અપૂર્વ છે, ચમત્કારિક છે!રોજ ભણવાં જરૂરનાં છે. જીવતાં સુધી આટલી ભક્તિ રોજ કરવી જ. ‘દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે.” એ તો ખોટી વાત છે; પણ તમે જીવતાં સુધી આટલું તો કરજો જ. તેથી સમાધિમરણ થશે, સમકિતનો ચાંલ્લો થશે. વઘારે શું કહ્યું?” (ઉ.પૃ.૩૮૮) પ.ઉ.૫.૫. પ્રભુશ્રીજીએ અંત વખતે જણાવેલ કે કોઈ ઘર્મનો ઇચ્છક હોય તો તેને આ ત્રણ પાઠ નિત્યનિયમરૂપે કરવા જણાવજે. “હે પ્રભુ, હે પ્રભુ, શું કહ્યું? દીનાનાથ દયાળ” એ વીસ દોહરારૂપ ભક્તિરહસ્ય અને “યમ નિયમ સંયમ આપ કીયો” તથા “ક્ષમાપના”નો પાઠ પરમકૃપાળુદેવના ચિત્રપટ પ્રત્યે વિનય નમસ્કાર કરી “હે ભગવાન, આપની આજ્ઞાથી સંતે કહેલી આ ત્રણ પાઠની નિત્યનિયમ વિષેની આજ્ઞા પ્રમાણે રોજ હું ભક્તિ કરીશ.” એવી ભાવના કરશોજી...આમાં ઘણી વાત સમાય છે. અલ્પ પણ જ્ઞાનીની આજ્ઞા મોક્ષમાર્ગે ચઢાવે છેજી. જ્ઞાની અને જ્ઞાનીની આજ્ઞાએ વર્તતાં જીવો મોક્ષમાર્ગમાં ગણાય છેજી.” (બો.૩ પૃ.૧૫૦), “સ્મરણમંત્ર અત્યંત આત્મહિત કરનાર છે. એક સેકંડનો પણ સદુપયોગ કરવાનું તે સાઘન છે. પરમકૃપાળુદેવે જાણ્યો છે તેવો આત્મા તે મંત્રમાં તેમણે જણાવ્યો છે.” (બો.૩ પૃ.૯૯૪) “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” છે, તે આત્મા છે. ચોંટે તો કામ થઈ જાય. આજ્ઞાથી થાય તો મોક્ષનું કારણ છે. આજ્ઞા વગર કરે તો પુણ્ય બંધાય, પણ મોક્ષનું કારણ ન થાય. “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એમાં પાંચ પરમેષ્ઠી આવી જાય છે. હાલતાં, ચાલતાં, કામ કરતાં મંત્રનો જાપ કર્યા કરવો.” (બો.૧ પૃ.૧૨૧) “મુમુક્ષુ-સહજાન્મસ્વરૂપ એટલે શું? પૂજ્યશ્રી–આત્મસ્વરૂપ જેવું છે તેવું. પોતાના સ્વભાવમાં રહેવું અથવા કર્મમલરહિત જે સ્વરૂપ તે સહજાત્મસ્વરૂપ.” (બો.૧ પૃ.૨૬૨) નિત્ય નિયમ પ્રાણની પેઠે સાચવવા યોગ્ય છે જ.” (બો.૩ પૃ.૩૨૮) ૧૧૨

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174