Book Title: Shrimad Rajchandra Jivan Sadhna
Author(s): Mukul Kalarthi
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 10
________________ -શ્રીમની સમદષ્ટિ જેવી દષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દષ્ટિ જગતના સર્વ આત્માને વિષે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે, તે સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ, તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ. જે જે આ આત્મા માટે ઇચ્છીએ છીએ, તે તે સર્વ આત્મા માટે ઇચ્છીએ છીએ. જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, તેવો જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ. જે સર્વ દેહ પ્રત્યે વર્તવાનો પ્રકાર રાખીએ છીએ, તેવો જ આ દેહ પ્રત્યે પ્રકાર વર્તે છે. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને ક્યારેય થઈ શકતી નથી. આત્મારૂપ પણનાં કાર્યો માત્ર પ્રવર્તન હેવાથી જગતનાં સર્વ પદાર્થ પ્રત્યે જેમ ઉદાસીનતા વતે છે, તેમ સ્વપણે ગણાતા સ્ત્રીઆદિ પદાર્થો પ્રત્યે વર્તે છે. સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હૃદયે લખે. શ્રીમદ્ રાજચંદ્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 280