Book Title: Shodashaka Prakaranam
Author(s): Haribhadrasuri, 
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 187
________________ शब्दादिदं मयोच्चरितमिदमनुच्चरितमेतद्गत एतद्विषयः विपरीतसंस्कारेण सत्यसंस्कारनाशात् । तदभावे कृतेतरादिसंस्काराभावे तस्य प्रस्तुतस्य योगस्य करणं प्रक्रान्तस्य योगस्य विरोध्यनिष्टफलमिष्टफलरहितं, कृतेतरादिसङ्कलनसहितक्रियाया एवेष्टफलहेतुत्वात् । अथ यत्रोपेक्षयैव कृताकृतसंस्काराभावो न तु भ्रान्त्या तत्र कोऽयं दोष इति चेन्न भ्रान्तेरुपेक्षाया अप्युपलक्षणવીત || ૮ | ગાથાર્થઃ- ભ્રાન્તિનું ભૂત મગજ ઉપર સવાર થયે છતે વહેમના લીધે કરેલા કે નહિં કરેલા આચરણના સંસ્કાર પડતા નથી. અને સંસ્કારના અભાવે તે યોગનું આચરણ પ્રસ્તુત યોગનું વિરોધી તેમજ ઈષ્ટ ફળ આપનારું બનતું નથી. વિશેષાર્થ:- આદિપદથી મન ઠેકાણે રાખ્યા વગર બોલવાથી પોતે શું બોલ્યું અને શું બોલવાનું બાકી છે, એનો પણ ખ્યાલ રહેતો નથી, કારણ કે મગજ બીજે ભમતું હોય ત્યારે જે નથી કર્યું તેના વિશે મેં તો આ કરી લીધું છે અને જે કર્યું છે તેના વિશે આતો નથી કર્યું એવો વહેમ જાગતો હોવાથી તે વિષયના સંસ્કારથી સત્ય સંસ્કાર નાશ પામી જાય છે. આવા સત્ય સંસ્કારના અભાવે યોગનું શુદ્ધ આચરણ ન થવાથી, તેનું આચરણ પ્રસ્તુત યોગનું વિરોધી બને અને મેં આ પ્રમાણે કરી લીધું હવે મારે આ કરવાનું બાકી છે. આવાં સત્ય સંસ્કાર યુક્ત ક્રિયાજ ઈષ્ટફળ આપનારી છે માટે. તેમજ આતો ધ્યાનની વાત છે તેમાંતો સહેજ પણ બીજે મન ગયું કે લિંગ = અંખડ વહેણ ટૂટી જવાથી ધ્યાનનું ફળ મળી શકતું નથી. અને વળી મનની એકાગ્રતા = જે સંબંધી પ્રવૃત્તિ થતી હોય તેનો પૂરે પૂરો ખ્યાલ એ ધ્યાન છે. અને જે સંબંધી પ્રવૃત્તિ થતી હોય છતા તેમાં વહેમ રહે તે ભાત્તિ છે. એમ બને પરસ્પર વિરોધી છે. કહ્યું છે કે “ધ્યાન યોગ ત્રિલોકમાં નિજસમાં આત્મ જાણ, નિશ્ચયથી જિનવર કહે તેમાં બ્રાન્તિ ન આણ.” જો કે ઉપેક્ષાથી જ કર્યું ના કર્યું ના સંસ્કારનો અભાવ શક્ય છે. એટલે તેમાં ભ્રાન્તિનો કંઈ દોષ નથી, એ વાત સાચી પણ ભ્રાન્તિ ઉપેક્ષાનું ઉપલક્ષણ હોવાથી ભ્રાન્તિ દ્વારા તેનું ગ્રહણ કરી શકાય છે. તે ૮ છે. अन्यमुदि तत्र रागात्तदनादरताऽर्थतो महापाया । सर्वानर्थनिमित्तं मुद्विषयाङ्गारवृष्ट्याभा ॥ ९ ॥ ( 186 શ્રીષોડશક પ્રકરણ-૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226