Book Title: Shodashaka Prakaranam
Author(s): Haribhadrasuri, 
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 212
________________ અન્ય શાસ્ત્રમાં પ્રસિદ્ધ આ સર્વ પણ; વસ્તુ જે રૂપે છે તે પ્રમાણે સ્વીકારીએ તો જ ઘટી શકે. તેવી વસ્તુની પરીક્ષા કરતા કહે છે... ગાથાર્થ ઃ- આત્માને પરિણામી માનવામાં આવે તો અને આત્મભિન્ન અવિદ્યા વિ. પદાર્થો પરમાર્થથી વિદ્યમાન હોય તો અવિઘારહિતાવસ્થા પશુત્વવિગમ ઈત્યાદિ તે તે શબ્દથી વાચ્ય આ બધુ ઘટી શકે છે. વિશેષાર્થ ઃ- કોઈક રૂપે અન્વય થયો હોય કે અને સાથોસાથ કોઈક રૂપે અભાવ થાય તેને પરિણામ કહેવાય. આવા પરિણામવાળાને પરિણામી કહેવાય. આવો પરિણામી આત્મા માનવો પડે. મુક્તિ માનનારા બધા વાદિઓ આત્માની સત્તાને માને છે. તેમાં કોઈને વિરોધ નથી. પણ કોઈક આત્માને સર્વથા નિત્ય કોઈક આત્માને ક્ષણિક માને ઈત્યાદિ જે વિરોધ છે, તેનો નિરાસ કરવા પરિણામી વિશેષણ મૂક્યું છે. જેથી બન્ને વાતોનો કથંચિત સ્વીકાર થઈ જાય છે. દ્રવ્ય રૂપે આત્મા નિત્ય છે અને પર્યાય રૂપે (ક્ષણે ક્ષણે બદલાતા હોવાથી) ક્ષણિક છે. અને અવિઘા, અદૃષ્ટ, સંસ્કાર વિ. પદથી વાચ્ય આત્મા સિવાયના પદાર્થ હકીકતમાં વિદ્યમાન માનવા પડે. કર્મ અને બીજા પણ જડ પદાર્થો સત્ય હોય તો તેમની આત્મા ઉપર અસર થઈ શકે. પણ જો આત્મા નિત્ય હોય તો તેમાં કાંઈપણ ફેરફાર સંભવી ન શકે અને ક્ષણિક હોય તો કર્મ સંયોગ થતાં આત્મા બદલાઈ જવાથી તેજ આત્માના બંધ મોક્ષ ઘટી શકે નહિ, અને કાલ્પનિક પદાર્થની આત્મા ઉપર અસર સંભવે નહિં, કારણ કે તે કાલ્પનિક હોવાથી હકીકતમાં અસત છે. બીજ વિના બીજની કલ્પના માત્રથી ઝાડ ઉગી શકતું નથી. માટે આ બે વાત માનવામાં આવે તો જ વૈશેષિકગુણરહિત પશુત્વવિગમ ઈત્યાદિ પદથી વાચ્ય પરતત્ત્વ સ્વરૂપ (મોક્ષ) સંભવી શકે. અથવા તે તે શબ્દથી વાચ્ય સમ્યગદર્શન સમ્યગજ્ઞાન સદનુષ્ઠાન ઈત્યાદિ ષોડશક પ્રકરણમાં કહેલું બધુ સંભવી શકે. ॥ ૫ ॥ तथा तद्योगयोग्यतायां चित्रायां चैव नान्यथा नियमात् । परिभावनीयमेतद्विद्वद्भिस्तत्त्वदृष्ट्योः || ६ || तेनार्थान्तरभूतेन तत्त्वेनाविद्यादिना योगः सम्बन्धः શ્રીષોડશક પ્રકરણમ્-૧૬ Jain Education International For Private & Personal Use Only - आत्मनः कर्मबन्ध 211 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226