Book Title: Shodashaka Prakaranam
Author(s): Haribhadrasuri, 
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 217
________________ શકશે? વિશેષાર્થ :- કલ્પના શિલ્પથી ઘડાયેલા શરીરવાળા આ બધા બાહ્ય અને આંતરિક પદાર્થો છે. એટલે હકીકતમાં તે પદાર્થજ આ વિશ્વમાં વિદ્યમાન નથી. પણ આ વિવિધ પદાર્થોની અનુભૂતિ આખાય જગતને થાય છે અને તમે પણ માનો જ છો. તે વાત કેવી રીતે સંભવે ? કેમકે અવિદ્યમાન ગધેડાના શિંગડાનું કોઈને ક્યારેય જ્ઞાન થતું નથી. તેમ તમારે મતે બધા જ પદાર્થો અવિદ્યમાન જ છે માટે અને એકજ પુરુષ માત્ર હોય તો તેને બંધાવાનું શેનાથી કે જેથી તેને સંસારી કહેવાય. શેનાથી છૂટો પડે કે જેથી મુક્ત કહેવાય, કારણ કે બંધનથી છૂટવું તેનું નામ મુક્તિ કહેવાય છે ! पारकल्पनाया असंभवादपि परिकल्पिताऽसम्भव इत्याह । परिकल्पनापि चैषा हन्त विकल्पात्मिका न सम्भवति । तन्मात्र एव तत्त्वे यदि वाऽभावो न जात्वस्याः ॥ १० ॥ परिकल्पिता परिकल्पनेत्यर्थः सापि चैषा बाह्यन्तराणामर्थानां हन्त विकल्पात्मिका वस्तुशून्यनिश्चयात्मिका न सम्भवति न युज्यते तन्मात्र एव पुरुषमात्र एव ज्ञानमात्र एव च तत्त्वेऽभ्युपगम्यमाने, तदतिरेकेणेतरपरिकल्पनाबीजपदार्थाभावादित्यर्थः । પરિકલ્પનાનો સંભવ ન હોવાથી પરિકલ્પિત પદાર્થો સંભવી શકતા નથી તે દર્શાવે છે. ગાથાર્થ :- પુરુષ કે જ્ઞાનને જ પરમાર્થ રૂપ સ્વીકારતા વિકલ્પરૂપ પરિકલ્પના સંભવી શકતી નથી, જો નિનિમિત્ત આ પરિકલ્પનાને માનશો તો ક્યારેય પણ તેનો અભાવ થઈ શકશે નહિં. વિશેષાર્થ - પરિકલ્પના એટલે બાહ્ય અને આંતરિક પદાર્થો નથી એવો વસ્તુ શૂન્યનો નિશ્ચય તે સ્વરૂપ આ પરિકલ્પના ઘટી શકે એમ નથી; કારણકે નિશ્ચય-તે જ્ઞાન રૂપ છે માટે પુરુષ કે જ્ઞાનથી ભિન્ન પરિકલ્પનાના કારણભૂત તો કોઈક વિષય અવશ્ય હોય જ તેનો વિષય પુરુષ કે જ્ઞાન તો બની ન શકે, કારણ કે અહીં તેમનાથી ભિન્ન પદાર્થની શૂન્યતાનો નિશ્ચય 216 શ્રીષોડશકપ્રકરણ-૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226