Book Title: Shodashaka Prakaranam
Author(s): Haribhadrasuri, 
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 199
________________ ગાથાર્થ:- સામર્થ્ય યોગથી જે પરતત્ત્વમાં આસકિત વિનાની સતત પ્રવૃત્તિથી ભરપૂર એવી જોવાની ઈચ્છા તે અનાલંબન યોગ છે. તે યોગ પરતત્ત્વનું પ્રત્યક્ષ દર્શન (કેવલજ્ઞાન) ન થાય ત્યાં સુધી કહેલો છે. વિશેષાર્થ - સામર્થ્ય યોગત - શાસ્ત્રમાં બતાવેલ ઉપાયોને ઓળંગી શક્તિના ઉદ્રકથી વિશેષ સામર્થ્યની પ્રાપ્તિ. એટલે ક્ષપક શ્રેણીમાં આવનારા બીજા કરણરૂપ - અપૂર્વકરણરૂપ સામર્થ્યયોગ જાણવો; તત્ત્વસંબંધી આત્મ અધ્યવસાયના પ્રભાવથી પરતત્ત્વમાં જોવાની જે ઈચ્છા જાગે; આવી ઈચ્છા હોય એટલે તેના માટે આપણે સતત પ્રવૃત્તિ કરવાની એમાં ઉણપ ન લાવવી. હાં પણ સાથોસાથ (પેલો) આસંગચિત્ત દોષનું ભૂતડું ચિત્તમાં સવાર ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. આવી રીતે પરમાત્મસ્વરૂપ નિરખવાની જે ઈચ્છા છે તે જ અનાલંબ યોગ છે. પરતત્ત્વ પ્રત્યક્ષ ન થાય ત્યાં સુધી જ આ યોગ હોય છે. પરંતુ પરમાત્મ દર્શન થયું એટલે કેવલજ્ઞાન થયું તે વખતે તો આ યોગ ન હોય કારણકે પરમાત્મ સ્વરૂપ દેખાઈ જાય છે. અને તે દેખેલાનું આલંબન આવવાથી નિરાલંબન યોગ ન રહ્યો. તેમજ દેખવાનું કાર્ય સિદ્ધ થઈ ગયું હોવાથી દિવૃક્ષા શાંત થઈ જાય છે માટે |૮ || परतत्त्वदिदृक्षाया अनालम्बनयोगत्वे उपपत्तिमाह । तत्राप्रतिष्ठितोऽयं यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र । सर्वोत्तमानुजः खलु तेनानालम्बनो गीतः ॥ ९ ॥ तत्र परतत्त्वेऽप्रतिष्ठितोऽलब्धप्रतिष्ठोऽयं परमात्मदिदृक्षाख्यो योगो यतो यस्मात् प्रवृत्तश्च ध्यानरूपेण तत्त्वतो वस्तुतस्तत्र परतत्त्वे तदाभिमुख्याप्रच्यवात् सर्वोत्तमस्य योगनिरोधाख्यनिखिलातिशायियोगस्याऽनुजः प्रागनन्तरवर्ती खलु तेन कारणेनानालम्बनोऽनालम्बनयोगो गीतः कथितः पुरा विद्वद्भिः । પરતત્ત્વની દિવ્રુક્ષા અનાલંબન યોગ રૂપે છે તેમાં યુતિ બતાવે છે. ગાથાર્થ - પરતત્ત્વમાં અપ્રતિષ્ઠિત આ યોગ વાસ્તવિક રીતે પરતત્ત્વમાં પ્રવૃત્ત થયેલ છે અને સર્વોત્તમ યોગની પૂર્વમાં વર્તનાર હોવાથી ( 198 શીષોડશકપ્રકરણ-૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226