Book Title: Shodashaka Prakaranam
Author(s): Haribhadrasuri, 
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 203
________________ શંકા :- કેવલજ્ઞાનને ભૂત ભાવી ભાવોને જાણવાના સ્વભાવાવાળું કેવી રીતે કહી શકાય ? કારણ કે વિચારવા જઈએ તો ભૂત ભાવિ વસ્તુને વસ્તુ તરીકે માની શકાય એમ નથી, કેમકે તે તો નાશ પામેલ છે અને હજી ઉત્પન્ન થયેલ નથી. એટલે કે અસત્ છે અને અસત્ કોઈ દિવસ જ્ઞાનનો વિષય બની શકે નહિં એટલે તે અસનું જ્ઞાન થઈ શકતું નથી. સમાધાન - વસ્તુનો સ્વભાવ વર્તમાન કાળના એક પર્યાયથી જોડાઈ રહેવાનો નથી, કેમકે તે પર્યાય તો ક્ષણ માત્ર રહેવા વાળો છે. જ્યારે વસ્તુતો સઘળાય ભૂત ભાવિ અનાદિ અનંત પર્યાય સમૂહથી જોડાયેલ (માટીના દરેક પર્યાયમાં “આ માટી છે' “આ માટી છે' ... એવા) સમાન આકાર રૂપે છે અને તેમાં વર્તમાન પર્યાયની જેમ સ્વલક્ષણ પ્રમાણે થનારા ભૂતભાવિ કાર્યોની પણ પ્રત્યક્ષાદિ પ્રમાણથી ઉપલબ્ધિ થાય છે માટે ભૂત ભાવિ કાલમાં પણ વસ્તુ વિદ્યમાન છે જ. નહિંતર અતીતાદિ પર્યાયો સ્મૃતિ પ્રત્યભિજ્ઞા વિ. જ્ઞાનના વિષય જ બની શકશે નહિં, ત્યારે યાદ તો ભૂતકાલના ભાવોની જ આવે છે. એ વાત તો સાચી જ છે. તેથી તે પર્યાયો પણ વસ્તુમાં રહેલા જ છે. તેના વિના વસ્તુ અખંડ રૂપે સંભવે નહીં. કોઈ પણ વસ્તુનો સદાકાળ ટકી રહેવાનો સ્વભાવ છે. એટલે વચ્ચે એવો ગાળો નથી આવતો કે ત્યારે પોતે વિદ્યમાન ન હોય અથત વસ્તુની વિદ્યમાનતામાં ક્ષણ માત્રનું આંતરુ (ખંડ) પડતું નથી માટે અખંડ કહેવાય. માટે પર્યાયો સરૂપ હોવાથી તેઓનું જ્ઞાન સંભવી શકે છે. || ૧૧ // एवं केवलज्ञानस्वरूपमिधाय तत्र परतत्त्वयोजनामाह || एतद्योगफलं तत्परापरं दृश्यते परमनेन । तत्तत्त्वं यदृष्ट्वा निवर्तते दर्शनाकाङ्क्षा ॥ १२ ॥ तदेतत्प्रस्तुतं केवलज्ञानं परापरयोगफलं परयोगस्यापरयोगस्य च फलभूतं नान्यस्वतन्त्रव्यापारभूतमनेन-केवलज्ञानेन तत्-परं तत्त्वं-परमात्मस्वरूपं दृश्यते तत्किं यदृष्ट्वा (दर्शनेच्छा) दर्शनाकाङक्षा निवर्तते, सिद्धस्वरूपદર્શને સર્વસ્ય વસ્તુનો દૃવાત્ // ૧૨ // એ પ્રમાણે કેવલજ્ઞાનનું સ્વરૂપ કહી તેમાં પરતત્વની યોજના કરી આપે છે. ૪ 202 VIJ શ્રીષોડશકપ્રકરણ-૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226