Book Title: Shodashaka Prakaranam
Author(s): Haribhadrasuri, 
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 196
________________ ગાથાર્થ :- વળી માનસિક પીડાના શ્રેષ્ઠ ઓસડ સમાન, સર્વ સંપદાનું શક્તિ સંપન્ન (સળ) બીજ (કારણ), ચક્રાદિ લક્ષણોથી યુક્ત, સર્વોત્તમ પુણ્યથી નિર્મિત, તેમજ પરમપદ અપાવનાર; પૃથ્વી ઉપર ભવ્યોમાં અગ્રેસર, અતુલ મહાત્મ્યવાળું દેવ અને સિદ્ધપુરુષ અને યોગીઓથી વંદનીય, પૂજ્યતમ શબ્દોથી બોલવા યોગ્ય એવું જિનેશ્વરનું રૂપ ધ્યાન ધરવા યોગ્ય છે. વિશેષાર્થ :- માનસિક પીડા તે આધિ છે. તેને દૂર કરવામાં પ્રભુ શ્રેષ્ઠ ઔષધરૂપ છે. આંબાનું બીજ મળ્યું પણ તેની ઉગવાની શક્તિ નાશ પામેલી હોય તો નકામું, જ્યારે પ્રભુ સર્વ સંપદાનું અનુપહત બીજ છે એટલે સર્વ સંપદાનું ઝાડ ઉગાડવા માટે પ્રભુ શક્તિ સ્ત્રોત વહાવામાં સંપૂર્ણ સમર્થ છે. પ્રભુના હાથ પગ વિ. અંગો ચક્ર, સ્વસ્તિક, કમલ વજ વિ. શુભ લક્ષણોથી યુક્ત હોય છે. પ્રભુનું અનુપમશરીર સર્વાતિશયશાળી પુણ્યથી ખેંચાયેલા અજોડ પરમાણુઓથી નિર્મિત થયેલું છે. અભવ્યોથી તો ભવ્ય પણ પ્રધાન છે. તેમાં મોટી વાત નથી, જ્યારે પ્રભુતો આસન્નભવ્યોમાં પણ મોખરે છે, અસાધારણ પ્રભાવવાળા છે, દેવ તથા વિદ્યાસિદ્ધ અને મંત્રસિદ્ધ તેમજ યોગબળથી સંપન્ન એવા યોગીપુરુષોથી પણ વંદનીય અરિહંત, શમ્ભુ, બુદ્ધ, પરમેશ્વર વિ. પૂજ્યતમ શબ્દોથી સંબોધવા યોગ્ય છે. એવું જિનેશ્વરનું રૂપ હોય છે. II ૩/૪ एवमाद्यं सालम्बनध्यानमभिधाय तत्फलमभिधित्सुराह ॥ परिणमत एतस्मिन् सति सद्ध्याने क्षीणकिल्बिषो जीवः । निर्वाणपदासन्नः शुक्लाभोगो विगतमोहः ॥ ५ ॥ परिणते- प्राप्तप्रकर्षे एतस्मिन् प्रस्तुते सद्ध्याने शोभनध्याने सति क्षीणकिल्बिषः क्षीणपापो जीव आत्मा निर्वाणपदस्यासन्नो निकटवर्त्ती शुक्लाभोगः शुक्लज्ञानोपयोगः विगतमोहोऽपगतमोहनीयः ॥ ५ ॥ तथा चरमावञ्चकयोगाप्रातिभसआततत्त्वसंदृष्टिः । इदमपरं तत्त्वं तद्यद्वशतस्त्वस्त्यतोऽप्यन्यत् ॥ ६ ॥ चरमावञ्चकयोगात्फलावञ्चकयोगात्प्रागुक्तात् प्रतिभैव प्रातिभमदृष्टार्थविषयो શ્રીષોડશક પ્રકરણમ્-૧૫ Jain Education International For Private & Personal Use Only 195 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226